– પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો
ભરૂચ,
આવેદનપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી.તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે.પત્રકારો સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરે છે.
પત્રકાર એકતા પરિષદે જણાવ્યું કે તેમનું સંગઠન 10,000 પત્રકારોનું શિસ્તબદ્ધ મંડળ છે. તેમાં તાલુકા, જિલ્લા, ઝોન, પ્રદેશ અને મહિલા વિંગ તેમજ લીગલ વિંગનો સમાવેશ થાય છે. સંગઠન કાર્ડ ધારકો કે તોડફોડિયા પત્રકારોને સભ્યપદ આપતું નથી.ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી દ્વારા વારંવાર પત્રકારો વિરુદ્ધ કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓની ટીકા કરવામાં આવી છે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ મંત્રીને પત્રકારોની ઈજ્જત સાથે ચેડાં કરવાનો અધિકાર નથી.
પરિષદે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તેઓ મંત્રીઓને પત્રકારો વિરુદ્ધ સાર્વજનિક ટિપ્પણીઓ ન કરવા સૂચના આપે. આવેદનપત્રમાં પત્રકારોની વેદના અને પીડા રજૂ કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્ર આપવામાં મહિલા પ્રદેશ પ્રમુખ સમીનબેન પટેલ,ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી,ભરૂચ તાલુકા પ્રમુખ રાજેશભાઈ ખુમાન,અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુરભાઈ રાણા,જંબુસર તાલુકા પ્રમુખ સલીમભાઈ પટેલ તેમજ પત્રકાર અગ્રણી વિનોદભાઈ કરાડે તેમજ સંગઠનના દરેક તાલુકાના પત્રકારશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is