– ખેડૂતોના પ્રશ્નોને તો ધ્યાને લેતાં નથી કહી સ્થાનિકો મંડપ છોડી ચાલ્યા ગયા
(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના પાંચકડા ગામે વેદાંત લિમિટેડ કંપનીની પર્યાવરણીય લોક સુનાવણીમાં ખેડૂતો તથા સ્થાનિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.તમે લોકો ખેડૂતો તથા સ્થાનિકોના પ્રશ્નોને ધ્યાને લેતા નથી તેમ કહી લોકો મંડપ છોડીને ચાલ્યાં ગયાં હતા.
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલાં હાઈદ્રો કાર્બન બ્લોકમાં ઓઈલ ગેસ ઓનશોર ડેવલોપમેન્ટ ગેસ ડેવલપમેન્ટ અને પ્રોડક્શન માટે વેદાંત કંપની આવી રહી છે.કંપની તરફથી પાંચકડા ગામે પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી.કંપની ૫૧ કુવાઓનું ડ્રિલિંગ,વિકાસ અને ઉત્પાદન માટે ૨૨ નંગ વેલપેડ્સ, ક્રૂડ ઓઈલ ૩ હજાર બી ઓપીડી અને નેચરલ ગેસ ૧૦૦ એમ.એમ.એસ.સી એફડી, ૬૦ કીમી લાંબી ઈનફિલ્ડ પાઈપ લાઈન,દરિયામાં શુદ્ધ કરેલા ગંદા પાણીના પાઈપ લાઈનની નિકાલ માટે ૫૦ કિમીની પાઈપ લાઈન સહિતની સુવિધાઓ વિકસાવવા જઈ રહી છે.જંબુસરના એસડીએમ એસ.એમ. ગાંગુલીની અધ્યક્ષતામાં આયોજીત પર્યાવરણીય લોક સુનાવણીમાં સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી હતી.
ટંકારીના સરપંચે જણાવ્યું કે લોક સુનાવણીના કાર્યક્રમમાં સરપંચ કે આ ગામના આગેવાનો અને ખેડૂતોને જાણ કરવામાં આવી નથી.અમુક લોકોને જાણ કરવામાં આવી છે.અગાઉ પણ બલ્ક ડ્રગ યોજના માટે પણ લોક સુનાવણી રાખવામાં આવી હતી.પરંતુ સરપંચ તેમજ ખેડૂતોએ કરેલા સવાલો બાબતે કોઈ ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. કાલિદાસ રાઠોડે જણાવ્યું હતું કે અમુક લોકોને બોલાવીને લોક સુનાવણી કરવામાં આવી છે. ખેડૂતો તથા સ્થાનિકોના પ્રશ્નો ધ્યાને લેવામાં નહિ આવતાં અમે લોક સુનાવણીનો બહિષ્કાર કર્યો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is