– ઈક્કો ગાડીના ચાલકે ટક્કર મારતા ઘસેડતા કરૂણ મોત નિપજ્યું
(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકા પંચાયતના મૌઝા બેઠકના સભ્ય ઊર્મિલાબેન વસાવા પોતાના પતિ શૈલેષભાઈ વસાવા સાથે મોટરસાયકલ નંબર જીજે ૧૬ સીએલ ૦૪૦૭ લઈને પસાર થઈ રહ્યા હતા.જે દરમ્યાન પુરઝડપે ગફલતભરી રીતે હંકીરા આવતા ઈક્કો ગાડી નંબર જીજે ૨૧ સીએ ૧૧૭૯ ના ચાલેક ટક્કર મારતાં ઊર્મિલાબેન વસાવા ઈક્કો ગાડીના નીચે આવતા ઘસડી જવાથી હાથ,પગ માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પરંતુ વધુ સારવારની જરૂર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને કિરણ હોસ્પિટલ સુરત ત્યાર બાદ વધુ એક હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજતા પરીવારના સભ્યો-ગ્રામજનો અને રાજકીય આગેવાનોમાં શોકનો માહોલ પ્રસરી જવા માંડ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is