best news portal development company in india

શ્રદ્ધા કપૂર તુમ્બાડની દિગ્દર્શકની નવી થ્રીલર ફિલ્મમાં કામ કરશે

SHARE:

મુંબઇ: શ્રદ્ધા કપૂરના બે પ્રોજેક્ટસ લગભગ ફાઇનલ થઇ ગયા છે. તેં ‘તુમ્બાડ ફિલ્મના દિગ્દર્શક અનિલ બર્વે’ની ફિલ્મમાં તે કામ કરવાની છે જેને એકતા કપૂર પ્રોડયુસ કરશે. આ એક થ્રીલર ફિલ્મ હશે તેમ કહેવાય છે.  રિપોર્ટના અનુસાર, શ્રદ્ધા અને એકતા કપૂર  થોડા સમયથી  વાતચીત કરી રહ્યા છે. તેમાં ફિલ્મ અનિલ બર્વેની થ્રિલર પણ છે જેની વાર્તાથી અભિનેત્રી પ્રભાવિત થઇ છે. જેનું શૂટિંગ  બે-ત્રણ મહિનામાં શરૂ થવાની શક્યતા છે. શ્રદ્ધાની બીજી ફિલ્મ મોહિત સૂરીના દિગ્દર્શનમાં હશે જેમાં તે અનેઆદિત્ય રોય કપૂર ફરી સાથે કામ કરશે. 

ઉલ્લેખનીય છ ેકે, શ્રદ્ધા કપૂર અને રાજ કુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી  ટૂ’એ બોક્સ ઓફિસ છલકાવી દીધી હતી. શ્રદ્ધા કપૂરને આ ફિલ્મની સફળતાનો ખાસ્સો ફાયદો થયો હતો. તે ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ હતી. તેનું ફેન ફોલોઇંગ પ્રિયંકા ચોપરા કરતાં પણ વધી ગયું છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!