best news portal development company in india

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાત હાઈ એલર્ટ પર : ભરૂચ રેલ્વે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયું

SHARE:

ભરૂચ,

દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારની સાંજે થયેલા ભયાનક વિસ્ફોટમાં ૧૧ લોકોના મોત અને ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.જોકે ઘટનાને લઈને સમગ્ર દેશમાં ચિંતા અને સતર્કતા વધારી દેવા સાથે ગુજરાતને હાઈ એલર્ટ કરવામાં આવતા ભરૂચ રેલ્વે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું હતું.

દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારની સાંજે થયેલા ભયાનક વિસ્ફોટ થયા બાદ કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સુરક્ષા એજન્સીઓ દ્વારા રાજ્યના બોર્ડર, હાઈવે અને રેલવે સ્ટેશનો પર ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.ત્યારે ભરૂચ જિલ્લામાં પણ રેલ્વે પોલીસ અને આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા સંયુક્ત રીતે રેલ્વે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું હતું.ચેકીંગ દરમ્યાન ટ્રેનો, પ્લેટફોર્મ તેમજ પાર્કિંગ એરિયામાં શંકાસ્પદ વ્યક્તિઓ અને સામાનની સઘન તપાસ કરવામાં આવી હતી.સુરક્ષા તંત્ર દ્વારા મુસાફરોને સતર્ક રહેવા અને શંકાસ્પદ વ્યક્તિ અથવા સામાનની તાત્કાલિક  નજીકની પોલીસને કરવા અપીલ કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!