ભરૂચ,
રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવા સદનને રૂપિયા ૩ કરોડથી વધુના ખર્ચે આપવામાં આવેલા ૭ વાહનોનો લોકાર્પણ સમારોહ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી હસ્તે યોજાયો હતો.
ભરૂચમાં અંડર ગ્રાઉન્ડ ગટર લાઈનની ફેઝ-૧ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.તો ફેઝ-૨ માં આ કામગીરી ચાલી રહી છે.ત્યારે અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન દરમ્યાન ગટર ઉભરાવા અને ચોકઅપ થવા સહિતના બનાવો બને ત્યારે સાફસફાઈ અર્થે માનવ રહિત જેટિંગ મશીન સહિતના મશીનો રૂપીયા ૩.૦૫ કરોડથી વધુના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ વ્હિકલ માઉન્ટેડ જેટિંગ કમ સક્શન મશીન,વ્હિકલ માઉન્ટેડ ડિ-સીલ્ટિંગ મશીન અને વ્હિકલ માઉન્ટેડ મેનહોલ ક્લીનીંગ રોબોટ મળી ૩.૦૫ કરોડ ઉપરાંતના ખર્ચે કુલ ૭ વાહનોનો લોકાર્પણ સમારોહ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાતા તમામ વાહનોને લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવતા ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સાફસફાઈ અને મેન્ટેનન્સ માટે ભરૂચ નગર સેવાસદનને ૩.૦૫ કરોડના ખર્ચે અત્યંત આધુનિક ૭ વાહનો આપવામાં આવ્યા છે.
ભરૂચનો ડ્રીમ પ્રોજેક્ટ અંડરગ્રાઉન્ડ ગટર લાઈનના ફેઝ-૧ ની કામગીરી પૂર્ણ થઈ છે અને ફેઝ-૨ ની કામગીરી ચાલી રહી છે.તમામ વોર્ડના લોકોને આવરી લઈ શહેરના અંદાજિત ૩૫,૦૦૦ પરિવારોને જોડવાનું આયોજન છે.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત વિપક્ષી સભ્યો,સ્થાનિક નગરસેવકો, કર્મચારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is