best news portal development company in india

કવાંટ તાલુકામાં ૧૪.૪૯ કરોડના ખર્ચે બનનારા માર્ગોનું ધારાસભ્ય જયંતિ રાઠવાના હસ્તે ખાતમુહુર્ત કરાયું

SHARE:

– ધારાસભ્ય દ્વારા સરકારમાં ધારદાર રજૂઆત કરી રસ્તા મંજૂર થતા પ્રજામાં આનંદ

(ફૈઝાન ખત્રી,છોટાઉદેપુર)

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા વિસ્તાર ની ભૌગોલિક રચના, ડુંગરાળ અને પથરાળ છે.જેના કારણે કોઈપણ વાહનના ટાયર સ્લીપ થઈ જાય છે અને આ ખડકાળ રસ્તા પર ફસાઈ જાય છે.ગામની ૩ કિલોમીટરની અંદર કોઈ વાહન આવી શકે તેવી સ્થિતિ નથી.ત્યારે અહીંયા રસ્તો ન હોવાને કારણે પહેલી ઓક્ટોબર’ ૨૦૨૪ રોજ એક મહિલાનું બોરીમાં લઈ જતી વખતે બાળકને જન્મ આપતા મૃત્યુ પણ થયું હતું.ત્યાર બાદ હાઈકોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું. જોકે પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવા વારંવાર સરકારમાં આ રસ્તાને મંજૂર કરવા માટે રજૂઆત કરી રહ્યા હતા.પરંતુ આ ઘટના બાદ તાત્કાલિક રસ્તાને મંજૂર કરતા આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કન્સ્ટ્રક્શન ઓફ તુરખેડા વિલેજ હાંડવાબારી ફળિયા મેઈન રોડ થી ગીરમીટીયા આંબા ફળિયા રોડ અને બસકરી ફળિયા જોઇનિંગ રોડ ૬.૮ કિલોમીટરનો રસ્તો ૧૦.૨૧ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે તેમજ કન્સ્ટ્રક્શન ઓફ તુરખેડા વિલેજ હાંડવાબારી ફળિયા જોઇનિંગ રોડ ૨.૨ કિલોમીટર નો ૪.૨૭ લાખના ખર્ચે નવીન રસ્તા બનશે આ રસ્તાઓનું ખાતમુહૂર્ત પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય દ્વારા સરકારમાં ધારદાર રજૂઆત કરી મંજૂરી મેળવવામાં આવી હતી.અવાર નવાર ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરી અત્યંત જરૂરિયાતવાળા કામો મંજુર કરાવી લાવ્યા છે. પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા અનેક ગામોમાં નવીન રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યાં છે.

આ પ્રસંગે ધારાસભ્ય જયંતિ રાઠવાએ જણાવ્યું હતું કે,મારી પ્રજાની તકલીફ દૂર થાય તે હેતુથી મંજૂર કરવામા આવેલા રસ્તાઓનું ખાતમુર્હુત કરવામાં આવ્યું છે.સ્થળ પર કામગીરી વ્યવસ્થિત થાય અને સમય મર્યાદામા કામ પૂર્ણ થાય તેવા સૂચન કર્યા છે.ગ્રામજનો દ્વારા આ નવીન રસ્તા બનશે તેને લઈ ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી ધારાસભ્યનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે ૧૩૮ – પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ, કવાંટ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભારેશભાઈ, પૂર્વ તાલુકા સંગઠન પ્રમુખ રમણસિંહભાઈ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ગુલસિંગભાઈ, તાલુકા સંગઠન મહામંત્રી રવીશભાઈ તેમજ વિસ્તારના સૌવ સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!