best news portal development company in india

બ્રહ્મા કુમારીઝ સંસ્થાના પ્રમુખ રાજયોગીની દાદી રતન મોહીનિજીનું નિધન થતા પાર્થિવ દેહના અંતિમ દર્શને ભરૂચથી પણ બ્રહ્માકુમારીઝના અનુયાયીઓ રવાના

SHARE:

– બે દિવસ દર્શનાર્થે પાર્થિવ શરીર રાખ્યા બાદ કરાશે અંતિમવિધિ

– સૌજન્ય

બ્રહ્માકુમારી સંસ્થાના પ્રમુખ રાજયોગીની દાદી રતન મોહિનીજીએ સોમવારે મધરાતે અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો છે.

દાદીજીના પાર્થિવ દેહના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે. ભરૂચ સબ ઝોનમાથી પણ બ્રહ્માકુમારીઝ  સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો માઉન્ટ આબુ ખાતે પહોંચ્યા અને  દાદીજીના અંતિમ દર્શન કર્યા.

દાદીજીના નશ્વર દેહને માઉન્ટ આબુ શાંતિવન ખાતે રાખવામાં આવ્યો છે. મંગળ અને બુધ બે દિવસ માટે બ્રહ્માકુમારીઝના અનુયાયીઓ માટે દર્શનાર્થે પ્રાથીવ દેહ રહેશે. ત્યારબાદ 10 એપ્રિલના રોજ સવારે 10 કલાકે તેઓની અંતિમ ક્રિયાઓ કરાશે.

101 વર્ષની વયે લાખો લોકોની દુવાઓ સાથે દાદીજીએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ ભર્યા હતા. દાદીજી ત્યાગ, તપસ્યા, અનુશાસન અને બલિદાનના પ્રેરક હતાં.

25 માર્ચ 1925 ના રોજ દાદીજીનો હૈદરાબાદમાં જન્મ થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરમાં દાદીજી તેમની માતાજી સાથે બ્રહ્માકુમારી સંસ્થા સાથે સંપર્કમાં આવ્યા. બ્રહ્માકુમારીઝ સંસ્થાના ભગવાનનું અદભુત કાર્ય જોઈ જીવન બ્રહ્માકુમારીઝમાં સમર્પિત કરી દીધું. સન 1954માં જાપાનમાં આયોજિત વિશ્વ શાંતિ સંમેલનમાં પણ દાદીજીએ સંસ્થાના મુખ્ય સ્થાપક તરીકે પ્રતિનિધિત્વ કર્યું.

લગભગ એક વર્ષ પછી સિંગાપુર, હોંગકોંગ, મલેશિયા તેમજ અન્ય દેશ વિદેશઓમાં પણ સેવા આપી. સન 1956 થી 1969 સુધી તેઓએ મુંબઈના મુખ્ય સેવા રથ તરીકે સેવાઓ આપી. દાદીજીએ ભારત અને વિવિધ દેશોની યાત્રાઓ કરી  સદભાવનાનાં બીજ રોપ્યા. સન 1972 થી 1974 સુધી રાષ્ટ્રીય રેલી ભારત યુવા યાત્રામાં દાદી રતન મોહિની એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. સન 1994 થી 2005 સુધી બ્રાઝિલ, આફ્રિકા, કેનેડા મોસકો જેવા દેશમાં પણ ભ્રમણ કરી લાખો લોકોને પરમાત્માની અનુભૂતિ કરાવી. સન 2006 થી 2014 બેંગલુરુ, વિશાખાપટનમ, બાંગ્લાદેશ યુકે, અમેરિકા અનેક સ્થાનો પર દાદીજીએ તેઓના આશીર્વચન આપ્યા. અતી ઉર્જાવાન દાદીજીના માર્ગદર્શનમાં 2006 માં બોમ્બેથી લઈ આસામ સુધી 3000 કિલોમીટર સુધીની વિશ્વની સૌથી મોટી યુવા રેલી ભારત યુવા પદયાત્રાને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા સમાવેશ કરવામાં આવ્યો.રતન મોહિની દાદીજીના પ્રેરણાદાયક જીવનમાં  2014માં ડોક્ટરની પણ ઉપધી પ્રાપ્ત થઈ. વિશ્વ શાંતિ માટે પણ દાદી રતન મોહિની સદેવ સક્રિય રહેતા. વર્ષ 2015 માં ભારત ગૌરવ એવોર્ડથી પણ દાદીજીને સન્માનિત કરવામાં આવ્યા.

સમાજમાં પણ ઉચ્ચકીય કામગીરી કરવા બદલ કેન્દ્રીય માનવ સંગઠન દ્વારા પણ દાદીજીને સન્માનિત કરવામાં આવ્યા. રતન મોહિની દાદી  હાલમાં જ ઇન્ટરનેશનલ ઓફ બેગરૂર માં પણ સન્માનિત કરવામાં આવ્યા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!