(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડીયા નગરના રખા ફળિયામાં રહેતા આદિવાસી ખેડૂતનો દીકરો એમ.બી.બી.એસ ની પદવી પ્રાપ્ત કરી પરિવાર, સમાજ તેમજ નગરનું નામ રોશન કર્યું હતું.
કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિને આદિવાસી સમાજના દીકરાએ સાર્થક કરી બતાવી છે.ઝઘડીયા નગરના રખા ફળિયામાં રહેતા શૈલેષભાઈ ભગતના દીકરા રાહુલ ભગતે પ્રાથમિક અભ્યાસ ઝઘડિયાની પ્રાથમિક શાળામાં કર્યો હતો. ત્યાર બાદ ઝઘડિયાની હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો બાદ વધુ અભ્યાસ માટે દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું હતું.જ્યાં રાહુલે એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કરતા તેઓને ડોક્ટરની પદવી એનાયત કરવામાં આવી હતી. વધુમાં ડો.રાહુલ ભગતે જણાવ્યું હતું કે હજુ હું હજુ આગળ વધુ અભ્યાસ કરી સમાજ તેમજ દેશની સેવા કરીશ. ગરીબ અને આદિવાસી દીકરો ડોક્ટર બનતા પરિવાર તેમજ સમાજનું નામ રોશન કર્યું છે.રાહુલે એમ.બી.બી.એસની પદવી પ્રાપ્ત કરતા તેઓ પર અભિનંદન નો અવિરત પ્રવાહ વહી રહ્યો છે.રાહુલે એમ.બી.બી.એસની પદવી પ્રાપ્ત કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામ્યો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is