best news portal development company in india

2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં

SHARE:

સૌરાષ્ટ્રના વૃંદાવન ગણાતા માધવપુરમાં  રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણિજીનો લગ્નોત્સવ ધામધૂમથી ઉજવવાની ઉત્સવ શૃંખલાનોે ધામધૂમથી પ્રારંભ થયા બાદ આજે  પુરી થઈ હતી. બારસના દિવસે મધુવનમાં ભગવાનના ગાંધર્વલગ્ન થયા બાદ ઠાકોરજીએ મધુવનમાં રાતવાસો કર્યો હતો એ પછી આજે  નીજમંદિરે ભગવાને પ્રસ્થાન કરતા આનંદમંગલ ઓચ્છવ છવાઈ ગયો હતો. ઢબૂકતાં ઢોલ, શરણાઈના સૂર, વિવિધ મંડળીની દાંડિયા રાસની રમઝટ, ગુલાલની છોળો વચ્ચે મધુવનથી માધવ નીજ મંદિરે યુગલ સ્વરૂપે પધાર્યા હતા. ત્યાં સૌએ ઠાકોરજીને તીલકવિધિ કરી હતી અને વધામણુ કરવાનો હાથોહાથ લાભ લીધો હતો. આજે માધવપુર આખુ લાલ જાજમનથી છવાઈ ગયું છે. ભગવાનના લગ્નની સાથે અહી ભાતીગળ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પણ સમાપન થયું  હતું

માધવપુરમાં  ઠાકોરજીના  લગ્નોત્સવ નિમિત્તે રામનવમી, દશમ અને અકાદશીએ કુલ ત્રણ વાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને ફુલેકા નીકળ્યા બાદ ભગવાનની જાન મધુવનમાં પરણવા ગઈ હતી અને ત્યાં ગાંધર્વ વિધિથી ભવ્ય લગ્નોત્સવ યોજાયા બાદ રંગે ચંગે ભગવાન નીજ મંદિરે પધાર્યા હતા. અહી જયારે રવાડી માધવપુરમાં પ્રવેશી ત્યારે માધવચોકમાં પહોંચ્યા બાદ કીર્તનો કરવામાં આવ્યા હતા. એ પછી યુગલ સ્વરૂપે બિરાજતા ઠાકોરજી અને  રૂક્ષ્મણીજીના પોખણાં કરવામાં આવ્યા હતા. પોખણા કર્યા બાદ માધવરાયજીને સિંહાસન પર આરૂઢ કરવામાં આવ્યા હતા. એ પછી શીતલજળ સ્વરૂપે લીંબુ શરબત ધરાવવામાં આવ્યું હતુ. શિતલ જળપાન કરાવ્યું હતું અને આ શરબત સમગ્ર ભકત સમુદાયને બાટવામાં આવ્યું હતુ તેમજ ઠાકોરજીને મંડપ મધ્યે પીરસવામાં આવેલા કંસારને પ્રસાદ રૂપે ભાવિકોને વિતરિત કરાયો હતો. આ સમયે સૌ કોઈ રૂક્ષ્મણી માધવનો જયજયકાર બોલાવ્યો હતો. અને ગુલાલની છોળો ઉડી હતી. આ તકે માધવપુર વૈકુંઠ બની ગયું હતુ.

આજે ઠાકોરજી પાલખીમાં બિરાજમાન થઈને નીજમંદિરે આવ્યા ત્યારે ઉત્સવ ઘેલા લોકોએ એકાબીજાને ગુલાલ કંકુ ઉડાડયા હતા. તેમજ રસ્તામાં ગુલાલની છોળો ઉડાડી હતી. એ વખતે માધવપુરની બજારમાં અત્ર તત્ર અને સર્વત્ર ગુલાલ છવાઈ ગયો હતો. ગુલાલની ડમરીઓ ઉડતી હતી. આજે માધવપુરમાં આશરે 2000કિલો ગુલાલ રસ્તા પર પથરાઈ ગયો છે. આખા નગરની ભૂમિ લાલ ગુલાબી રંગથી આચ્છાદિત થઈ ગઈ છે. અહી લગ્નોત્સવ દરમિયના દરેક જ્ઞાાતિની વાડીમાં ભજન અને ભોજન તથા રહેવાની સવલત કરવામાં આવી હતી. લોકોએ લગ્ન અને મેળો મન મૂકીને માણ્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!