(સંજય પટેલ,જંબુસર)
હરીન પટેલે કેમિકલ કંપનીમાં કર્મચારીઓના સંલગ્નતા પર પેપર રજૂ કર્યું અને તે રિસર્ચ મેટ્રિક્સ આઈએસએસએન 2321- 7073 માં પ્રકાશિત થતા જંબુસરનું નામ રોશન કર્યું હતું.
જંબુસરના હરીન સંજયભાઈ પટેલ (કાછીયા) જેઓ બીકોમ, એમએચઆરએમ,પીજીડીએલપી, પીજીઆઈઆરપીએમ બાદ રાય યુનિવર્સિટી અમદાવાદ ખાતે પીએચડીનો અભ્યાસ તેમના રિસર્ચ ગાઈડ ડોક્ટર સંદીપ ચંદ્રાની રાહબરી હેઠળ કરી રહ્યા છે.હાલ હરીન પટેલ એકલબારા ઓનેરીયો લાઈફ કેર કંપનીમાં ડેપ્યુટી મેનેજર એચઆર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.પિતાનું સપનું સાકાર કરવા નોકરી સાથે પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે.
એમ કે કોમર્સ કોલેજ ભરૂચ અને રિસર્ચ મેટ્રિક્સ ઈન્ટરનેશનલ મલ્ટી ડિસિપ્લિનરી જર્નલ એપ્લાઈડ રિસર્ચના સહયોગથી 28/1/25 ના રોજ કોન્ફરન્સ યોજાઈ હતી.જેમાં હરિન પટેલે કેમિકલ કંપનીમાં કર્મચારીની સંલગ્નતા પર એક વૈચારિક અભ્યાસ પર રિસર્ચ પેપર રજૂ કર્યું હતું અને તે રિસર્ચ મેટ્રિક્સના વોલ્યુમ પાંચ અંક છ 2025 માં પ્રકાશિત થતા તેઓએ બંને પ્રમાણપત્ર મેળવ્યા હતા.સદર માહિતી મળતા હરિન પટેલે માતા પિતાને ચરણ સ્પર્શ કરી આશિષ પ્રાપ્ત કર્યા હતા અને જંબુસર તથા કાછિયા પટેલ સમાજનું નામ રોશન કરતા શુભેચ્છકો દ્વારા હરીન પટેલ વધુને વધુ ઉચ્ચ શિખરો સર કરે પ્રગતિના પંથે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is