best news portal development company in india

શેરાના પુત્રને લોન્ચ કરવાની સલમાનની જીદથી બુલ ફિલ્મ અટકી

SHARE:

મુંબઈ : માલદિવમાં ભારતનાં ઓપરેશન્સ પર બનનારી સલમાનની ફિલ્મ ‘બુલ’ લાંબા સમય માટે કોરાણે મૂકાઈ ગઈ છે. સલમાને આ ફિલ્મમાં પોતાની સાથે પોતાના પર્સનલ સિક્યોરિટી ગાર્ડ શેરાના પુત્ર અબિરને હિરો તરીકે લોન્ચ કરવાની જીદ પકડી હતી. પરંતુ, નિર્માતા કરણ જોહરે આ માટે સાફ ઈનકાર કરી દીધો હતો. આ ફિલ્મ દ્વારા સલમાન અને કરણ જોહર લાંબા સમય પછી કોલબરેટ કરવાના હતા પરંતુ હવે સમગ્ર  પ્રોજેક્ટનાં ભાવિ અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.

સ્ટોરી પ્રમાણે ફિલ્મમાં એક સિનિયર પેરામિલિટરી ઓફિસર અને તેની સાથે એક જુનિયર પેરામિલિટરી ઓફિસરની મહત્વની ભૂમિકા નક્કી કરાઈ હતી. સિનિયર ઓફિસરની ભૂમિકા સલમાન ભજવવાનો હતો. જ્યારે જુનિયર ઓફિસર માટે કરણ જોહરે સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતનાં નામો સૂચવ્યાં હતાં. પરંતુ, પોતાના કેટલાય પરિચિતોના સંતાનોની કેરિયર માટે ગોડફાધરની ભૂમિકા ભજવતા સલમાને શેરાના દીકરાને લોન્ચ કરવાનો આગ્રહ સેવ્યો હતો. કરણ જોહરે દલીલ કરી હતી કે આટલા મહત્વના પ્રોજેક્ટમાં બહુ ચાવીરુપ ભૂમિકામાં નવાસવા આબિરને લોન્ચ કરવામાં જોખમ છે. પરંતુ, સલમાન ખાન માન્યો ન હતો. હવે સલમાન ખાનની ‘સિકંદર’ ફિલ્મ પણ ફલોપ થઈ ગઈ છે. આથી કરણ જોહર સલમાન સાથે ‘બુલ’ શરુ કરે તેવી  શક્યતા પણ ઘટી ગઈ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!