best news portal development company in india

ભરૂચ જીલ્લામાં હનુમાન જ્યંતિની વિવિધ મંદિરોમાં ઉજવણી

SHARE:

– લાડુનો ભોગ અને છપ્પન ભોગ ધરાવવા સાથે અનેક મંદિરોમાં મહાઆરતી,મહાપ્રસાદી અને યજ્ઞના આયોજન કરાયા
ભરૂચ,
ભરૂચ જીલ્લામાં રામ નવમી બાદ હનુમાન જંયતિની ઉજવણી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે અને ભરૂચ જીલ્લાના હનુમાન મંદિરોમાં હનુમાનજીને વિશેષ શણગાર સાથે હનુમાન ચાલીસા,સુંદરકાંડ સહિત ભજન અને ભંડારાના તેમજ મહાઆરતી,મહાપ્રસારીનું આયોજન કરવામાં આવતા હનુમાનજી મંદિર ભક્તોથી ઉભરાઈ ઉઠયા હતા.
ભરૂચના રોકડીયા હનુમાન મંદિર કસક નર્મદા નદીના કાંઠાએ આવેલું છે અને આ મંદિરને પૌરાણિક માનવામાં આવે છે અને આ મંદિરે પાણીમાં તરી શકે તેવો પથ્થર નર્મદા નદીના પુરમાં આવ્યો હતો અને આજે પણ આ પથ્થરની પૂજા અર્ચના ભક્તો કરી રહ્યા છે.રોકડીયા હનુમાન મંદિરે હનુમાન જ્યંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે છપ્પન ભોગ ધરાવી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર ઉભુ કર્યું હતું.સવારથી જ રોકડીયા હનુમાન મંદિરે ભક્તો દર્શન અર્થે ઉમટી પડયા હતા અને મંદિરમાં મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાન મંદિર પણ વર્ષો પુરાણું છે અને આ મંદિરમાં નાના મોટા સાત હનુમાન જી સ્થાપિત છે સાથે આ મંદિર નજીક એક પાતાળ કૂવો આવેલો છે.જેમાં હનુમાનજી બિરાજમાન હોવાનું માનવામાં આવે છે અને હનુમાનજીને ચઢાવાતું તેલ પાતાળ કુવામાં જતું હોવાના કારણે ભીડભંજન હનુમાન મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અને હનુમાન જ્યંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા.
ભરૂચના ઝાડેશ્વર તુલસીધામ વિસ્તારમાં કષ્ટભંજન હનુમાન મંદિર આવેલું છે અને આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.હનુમાન જયંતિ નિમિત્તે મંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને સવારથી જ ભક્તોએ હનુમાનજીના દર્શન કરવા માટે ભારે ભીડ જમાવી હતી.તો ભરૂચના ખાત્રીવાડ નજીક પણ સારંગપુર જેવા હનુમાનજીની પ્રતિમા ધરાવતું મંદિર આવેલું છે.જેમાં પણ વિવિધ ધાર્મિક કાર્યોક્રમો કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભરૂચ જીલ્લામાં હનુમાન જ્યંતિને લઈ ભરૂચ જીલ્લાના તમામ મંદિરોમાં સવારથી જ ભક્તો હનુમાનજીની કૃપા દ્રષ્ટિ મેળવવા દર્શન અર્થે ઉમટ્યા હતા અને મંદિરોમાં મહાઆરતી અને મહાપ્રસાદીના વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!