ગુજરાતમાં સતત અકસ્માતના કેસ વધી રહ્યા છે. એવામાં રાજકોટથી ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક ચાલક અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ટ્રેક્ટરચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇકચાલકને અડફેટે લીધો હતો. ટક્કર બાદ ટ્રેક્ટર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ટ્રેક્ટરની ટક્કરથી બાઇકચાલક ફંગોળાઈને નીચે પડ્યો અને તેને ઈજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ટ્રેક્ટર ટર્ન લઈને સામેથી આવી રહેલા બાઇક ચાલકને અડફેટે લે છે અને બાઇકચાલક નીચે પડી જાય છે. બાઇકચાલક ગંભીર ઈજાના કારણે ઊભો થઈ શકતો નથી. જોકે, ટૂંક સમયમાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવે છે અને બાઇકચાલકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is