‘બાબુજી જરા ધીરે ચલો’ જેવા ઘણા ગીતોમાં અવાજ આપનારી સોનુ કક્કડે તાજેતરમાં જ તેના નાના ભાઈ ટોની કક્કડ અને નેહા કક્કડ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. આ અંગે સોશિયલ મીડિયા પર તેણે એક પોસ્ટ થકી માહિતી આપી છે. જોકે, ત્યાર બાદ આ ચર્ચા વધવા લાગતા સોનુએ પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
સોશિયલ મીડિયા ઓફિશિયલ પ્લેટફોર્મ X પર શનિવારે સાંજે સોનુ કક્કડે લખ્યું હતું કે, ‘મને તમને જણાવતા ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે, હું હવે બે ટેલેન્ટેડ સુપરસ્ટાર નેહા કક્કડ અને ટોની કક્કડની બહેન નથી. મારો આ નિર્ણય ખૂબ જ ભાવનાત્મક પીડા સાથે લેવામાં આવ્યો છે અને આજે હું ખરેખર ખૂબ નિરાશ છું.’
થોડા સમય બાદ સોનુએ તેની આ પોસ્ટ ડિલીટ કરી
સોનુ કક્કડની આ પોસ્ટ એ દરેક ચાહકો માટે ખૂબ જ આઘાતજનક અને ચોંકાવનારી હતી. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ તેની પોસ્ટ પર કોમેન્ટ શરૂ કરી હતી, અને તેની પાછળનું કારણ જાણવા માટે સવાલો કરી રહ્યા છે. જોકે, થોડા સમય બાદ સોનુએ તેની આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
ભાઈ ટોની કક્કરની બર્થડે પાર્ટીમાં હાજર નહોતી સોનુ
હાલમાં જ ટોની કક્કરે પોતાના જન્મદિવસની પાર્ટીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. કક્કડ પરિવારના બધા સભ્યો અને નજીકના લોકો પાર્ટીમાં જોવા મળ્યા હતા. પરંતુ, સોનુ કક્કડ અહીં જોવા મળી ન હતી. આ ઉપરાંત, સોનુએ ભાઈ ટોની માટે કોઈ જન્મદિવસની પોસ્ટ પણ શેર નહોતી કરી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is