best news portal development company in india

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો

SHARE:

– ભારત દેશ બંધારણ પ્રમાણે નહીં ચાલતો હોવાનું કારણ જણાવી આગામી સમયમાં ભાજપ અને આરએસએસ સામે લડીશું તેવો હુંકાર કર્યો હતો

– ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ને ઉદ્દેશીને સોશ્યલ મીડિયા પર રાજીનામું ધર્યું છે

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં ઉથલપાથલ નો દોર શરૂ થઈ રહ્યો છે, ગત તા.૧૧ માર્ચ ૨૦૨૪ ના રોજ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડા માજી ધારાસભ્ય અને છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવાએ એક વર્ષના ટૂંકા ગાળામાં ભાજપ પ્રવેશ કર્યા બાદ તેને રામરામ કહી તેની સાથે સામાન્ય સભ્ય પદ પરથી છેડો ફાડ્યો છે.મહેશ વસાવાના રાજીનામાના ધડાકા બાદ જીલ્લાભરમાં હડકંપ મચી ગયો છે.રાજ્યના ટ્રાઈબલ બેલ્ટ પર પકડ મજબૂત કરવા બાબતે અને ચૈતર વસાવા સામેના એક વિકલ્પ માટે મહેશ વસાવાને ભાજપે ગત લોકસભાની ચૂંટણીમાં સાથે કર્યા હતા.ત્યારે એક વર્ષના ટૂંકા ગાળામાં જ મહેશ વસાવાએ ભાજપને રામ રામ કહી પોતાનું રાજીનામું સોશ્યલ મીડિયા મારફતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મોકલી આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી સમયે મહેશ વસાવા ભાજપમાં આવ્યા બાદ તેમની પાસે કોઈ ખાસ હોદ્દો ન હતો અને છેલ્લા કેટલા સમયથી તેઓ ભાજપના કોઈ કાર્યક્રમમાં પણ હાજર દેખાયા ન હતા ત્યારે તેમની નારાજગી સ્પષ્ટ જણાઈ આવતી હતી, મહેશ વસાવા એ સોશિયલ મીડિયા મારફતે આપેલા રાજીનાવવામાં જણાવ્યું હતું કે “ડોક્ટર ભીમરાવ આંબેડકર ના જન્મદિન પર બધાને કોટી કોટી સલામ, પવિત્ર સંવિધાન લખવા વાળા ભારત રત્ન ખરા પરંતુ ભારતના અનમોલ રત્ન એમને માનવા જોઈએ, હમણાંના સમયમાં ભારત સંવિધાન થી નથી ચાલતું તેવું જણાઈ રહ્યું છે, હું ભારતની જનતાને જણાવવા માંગુ છું કે આદિવાસી દલિત ઓબીસી મુસ્લિમ ઈસાઈ (ખ્રિસ્તી) શીખ અન્ય ગરીબ પીછડા વર્ગ ને અમે સાથે લઈને ચાલીશું સાથે લડીશું, આરએસએસ અને ભાજપની વિચારધારા ને ખતમ કરીશું, આગળ બહુ જ લડવા નું છે અને લડીશું, બટોગે તો કટોગે, ભારત બના હે બના રહેગા,” તેમ તેમણે તેમના રાજીનામાં માં લખ્યું હતું,

– જે શરતો સાથે ભાજપમાં આવ્યા હતા તેનું પાલન થયું નથી : મહેશ વસાવા

મહેશ વસાવા એ તેનું રાજીનામું આપતા સમયે જણાવ્યું હતું કે ભારત દેશમાં આદિવાસીઓને બંધારણ પ્રમાણે તેમના હક અને અધિકારો મળ્યા નથી એ હક અને અધિકારો માટે મારા પિતા છોટુ વસાવા અને હું સરકારો સામે ખૂબ સંઘર્ષ કર્યો અને કરીએ છીએ,ત્યાર બાદ એ જ અધિકારો ભાજપના શાસનમાં રહી અપાવવા શરતો સાથે ભાજપમાં પ્રવેશ કરી સામાન્ય સભ્યપદ મેળવ્યું હતું પરંતુ આ એક વર્ષના ટૂંકા ગાળાની અંદર ભાજપ અમારી શરતો આદિવાસી ઓબીસી દલિત વર્ગને બંધારણમાં આપેલ અધિકારીઓ આપવામાં ઉણા ઉતર્યા હોય તેવુ જણાતા અને ભારત દેશ બંધારણ પ્રમાણે ચાલતો નહી‌હોય તેમની સાથે રહી કામ કરવાનો કોઈ અર્થ નથી જેથી હું રાજીનામું આપ્યું છે.

– મહેશ વસાવા સાથે હજારો કાર્યકરો ઘર વાપસી કરશે!

આજથી તેર માસ પહેલા મહેશ વસાવા આદિવાસી દલિત ઓબીસી અને અન્ય પછાત વર્ગોને બંધારણીય અધિકારો મળે તેવા હેતુ અને શરતો સાથે બીટીપી માંથી બીજેપીમાં પ્રવેશ્યા હતા, મહેશ વસાવાની સાથે સાથે તેમના હજારો કાર્યકરો આગેવાનો ભાજપમાં આવ્યા હતા.જ્યારે તે માસના સમયગાળામાં આદિવાસીઓ દલિતો ઓબીસી તેમજ અન્ય પછાત વર્ગના લોકોને મળવા પાત્ર બંધારણીય અધિકારીઓ અને મહેશ વસાવાના ભાજપમાં કામો નહીં થતા હોવાના કારણોસર તેઓ ભાજપ છોડી દીધું છે ત્યારે તેમની સાથે સાથે હજારો કાર્યકરો પણ ઘર વાપસી કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી !

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!