ભરૂચ,
દેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા ભાજપ માંથી રાજીનામુ આપતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ ઉતાવળિયું પગલું હોવાનું જણાવી એક વર્ષમાં તેઓ ભાજપ અને આર.એસ.એસને ના ઓળખી શક્યા હોવાનું પણ કહ્યું છે.
લોકસભા ચૂંટણી પૂર્વે પિતા છોટુભાઈ વસાવાની વાત ને અવગણીને કેસરિયા કરી ભાજપનો ખેસ ધારણ કરનાર માજી ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ અને આર એસ.એસની વિચારધારા બંધારણ વિરુદ્ધની હોવાના અને પોતાના કામ થતા ન હોવાના આક્ષેપ સાથે ભાજપ માંથી રાજીનામુ આપતા જીલ્લાના રાજકારણમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.તો આ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ આ ઉતાવળિયું પગલું હોવાનું કહી તેઓ ભાજપ અને આર એસ.એસને ખતમ કરવાની વાત કરે છે.ત્યારે તેઓ એક વર્ષમાં ભાજપ અને આર એસ.એસની વિચારધારાને ઓળખી ન શક્યાનો કટાક્ષ પણ કર્યો છે.ભાજપ અને આર.એસ.એસની રાષ્ટ્રવાદની વિચારધારા વધુ ઘટ્ટ બની છે તે ખતમ થઈ શકશે નહી તેમ પણ કહ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is