best news portal development company in india

ભરૂચના ચાવજમાં થયેલ ચોરીના બનાવમાં પોલીસે બે ઈસમોને ઝડપી પાડતા ૬ ગુનાઓનો ભેદ ઉકેલાયો

SHARE:

– ચોરીની બે મોટર સાયકલ અને સોના ચાંદીના દાગીના મળી ૧.૪૩ લાખનો મુદ્દામાલ કબ્જે
ભરૂચ,
ભરૂચ શહેરના ચાવજ વિસ્તારમાં થયેલી શ્રેણીબદ્ધ ચોરીઓનો ભેદ સી ડિવીઝન પોલીસે ઉકેલ્યો છે.પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા કુલ ૬ ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો.તો પોલીસે ચોરી કરેલ મોટર સાયકલ સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ ઈન્સપેક્ટર વી.આર.ભરવાડની સૂચના મુજબ પી.એસ.આઈ બી.એસ.શેલાણા અને સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી.બાતમી મુજબ અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો ઉમેશ દયાળભાઈ બગડીયા ચોરી કરેલા ઈલેક્ટ્રિક વાયર સાથે સ્પ્લેન્ડર પ્લસ બાઈક લઈને ચાવજથી ઝાડેશ્વર ચોકડી તરફ આવી રહ્યો હતો.જેથી પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.તેની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે ૧૦ મી એપ્રિલે સવારે નવ વાગ્યે તેણે અને નવલ ઉર્ફે કાળીયો ચંદુભાઈ ભાભોરે વૃંદાવનવિલા સોસાયટીના એક બંધ મકાનમાં પ્રવેશ કરી ઈલેક્ટ્રિક વાયરના ૨૦ બંડલની ચોરી કરી હતી.આરોપીઓએ ચાવજની વિવિધ સોસાયટીઓ માંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.વધુમાં તેમણે અંકલેશ્વર જીઆઈડીસી અને ભરૂચ શ્રવણ ચોકડી પાસેથી મોટર સાયકલની ચોરી કરી હોવાનું પણ કબૂલ્યું છે.પોલીસે આરોપીઓ પાસેથી ઈલેક્ટ્રિક વાયર, સોના-ચાંદીના દાગીના અને ચોરીની મોટર સાયકલ સહિત કુલ રૂ. ૪,૧૩,૮૫૭ નો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!