best news portal development company in india

ભરૂચ પાલિકાના ફાયર વિભાગને સારી કામગીરી કરવા બદલ એવોર્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

SHARE:

ભરૂચ,

નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે રાજ્યકક્ષાનો ‘નેશનલ ફાયર સર્વિસ-ડે’ ની સરદાર સરોવર ડેમ વ્યુ પોઈન્ટ-૧ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે ૧૪મી એપ્રિલે ફાયર ફાઈટરો અને ફાયર સર્વિસનાં કર્મચારીઓની બહાદુરી, સમર્પણ અને બલિદાન માટે તેઓને યાદ કરવામાં આવે છે.ત્યારે ભરૂચ પાલિકાના ફાયર વિભાગને સારી કામગીરી કરવા બદલ એવોર્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

ભરૂચ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા ગત વર્ષ ૨૦૨૪ માં કુલ ૫૫૧ જેટલા ઈમરજન્સી કોલ કંટ્રોલરૂમ પર મળ્યા હતા.જેમાંથી ૨૧૬ જેટલા આગના બનાવ ૨૫ જેટલા ડૂબવાના બનાવ ૧૦૯ જેટલા વીવીઆઈપી બંદોબસ્ત ૩૫ જેટલા મકાન પડી જવાના બનાવ ૧૦૦ જેટલા રેસ્ક્યુકોલ અને અન્ય ઈમરજન્સીમાં ખૂબ સારી કામગીરી કરેલ હતી.

સ્ટેશન ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફ દ્વારા તમામ કોલને ખૂબ ઝડપથી રિસ્પોન્સ કરી આગ તેમજ અકસ્માત અને બચાવ કામગીરીમાં ખૂબ ઉત્તમ તેમજ સરાહનીય કામગીરી કરવા બદલ ભરૂચ ફાયર બ્રિગેડને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્સન્સ સર્વિસીસના ડિરેક્ટર અનિલકુમાર ચાવડા દ્વારા એવોર્ડ તેમજ પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!