– ૫ અલગ અલગ વાહનોને સામે દંડનીય કાર્યવાહી કરતા કુલ ૭,૩૯,૩૯૫ નો દંડ ફટકારાયો
– ભૂસ્તર વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ તો બિન અધિકૃત વહન અટકી શકે અને સરકારી તિજોરીમાં આવક વધે
ભરૂચ,
ભરૂચ જીલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે,ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઈઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃત્તિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.જે અન્વયે ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ ૧૪ અને ૧૫ એપ્રિલ ૨૦૨૫ના દિવસ દરમ્યાન ભરૂચની એબીસી ચોકડી ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૫ વાહનો ટ્રક નંબર (૧) જીજે ૧૬ એયુ ૦૦૪૧ ને ૮૨,૫૯૮ નો દંડ (૨) જીજે ૧૬ એવી ૯૨૧૭ ને ૯૫,૦૦૦ નો દંડ (૩) જીજે ૧૬ એવી ૫૦૧૦ ને ૦૨,૦૭,૦૦૦ દંડ (૪) જીજે ૧૬ એવી ૬૫૩૪ ને ૨,૧૭,૪૦૦ નો દંડ (૫) જીજે ૦૬ એએક્સ ૬૬૩૬ ને ૧,૩૭,૩૬૧ નો દંડ કરવામાં આવતા કુલ ૭,૩૯,૩૯૫ દંડ કરી વાહનો સીઝ કરી કુલ ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવા સદન ભરૂચ ખાતે રાખવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર અને ઓવરલોડ વહન કરવામાં આવી રહ્યું છે.ત્યારે ભૂસ્તર વિભાગ માત્ર વાહનો સીઝ કરી દંડનીય કાર્યવાહી કરી વાહનો મુક્ત કરવામાં આવતા હોય છે.જેના કારણે ભૂમાફિતોએ સામે કડક કાર્યવાહી નહીં છૂટો દૌર મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.બિનઅધિકૃત વહન કરતા વાહનો અને જે એજન્સીના વાહનો હોય તેના સંચાલકો સામે જો કડક કાર્યવાહી કરવામાં આવે તો બિનઅધિકૃત ખનીજ વહન અટકી શકે અને સરકારની તિજોરીમાં આવક વધુ થઈ શકે તેવા પ્રયાસો કરવાની જરૂર ઉભી થઈ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is