(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ સેવા રૂરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજાયેલ આ રક્તદાન શિબિરમાં કુલ ૪૮ યુનિટ રક્ત એકત્ર થયું હતું.
ઉલ્લેખનીય છેકે માનવજીવનમાં આવતી કેટલીક બિમારીઓ દરમિયાન ઓપરેશન કરવાની જરૂર ઉભી થતી હોય છે,તેવા સંજોગોમાં જો દર્દીના શરીરમાં લોહી નિયત માત્રા કરતા ઓછું હોયતો આવા દર્દીઓને ઓપરેશન પહેલા લોહી ચઢાવવું પડતું હોય છે,વળી ઘણીવાર ઓપરેશનની જરૂરના હોય પરંતું દર્દીના શરીરમાં લોહી ઓછું હોયતો સારવાર દરમ્યાન લોહી ચઢાવવું પડે છે,વળી ઘણીવાર આકસ્મિક અકસ્માતો દરમ્યાન પણ ઇજાગ્રસ્ત વ્યક્તિઓ માટે લોહીની જરુર પડે છે,ત્યારે લોહીની જરૂરને પહોંચી વળવા બ્લડ બેન્કોમાં લોહીનો જથ્થો યોગ્ય પ્રમાણમાં હોવો જોઈએ,અને લોહીનો આ જથ્થો રક્તદાન કેમ્પો દ્વારા એકત્ર કરાતો હોય છે.ઘણી સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમયાંતરે રક્તદાન કેમ્પ યોજાતા હોય છે. ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પ યોજાતા હોય છે.સેવા રૂરલ હોસ્પિટલમાં આંખરોગ, ટીબી, પ્રસુતિ રોગ,બાળકોના રોગ વિ.ની અધ્યતન સારવાર આપવામાં આવે છે. સેવા રૂરલ સંસ્થાની ગણના દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય હોસ્પિટલોમાં થાય છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is