(વિજય વસાવા,નેત્રંગ)
નર્મદા ડેમનું પાણી છે ક કચ્છ-સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ સુધી પહોંચ્યું અને ઉકાઈ ડેમનું પાણી છેક સુરત જીલ્લાના કોસંબા સુધી પહોંચ્યું હતું.જે આનંદની બાબત છે.પરંતુ બંને ડેમના પાણીના સાચા હકદાર આદિવાસી વિસ્તારના ખેડુતોને સિંચાઈ માટેનું એકટીપું પાણી મળ્યું નથી.જે કડવી વાસ્તવિક્તા છે.ભરૂચ જીલ્લાના નેત્રંગ,વાલીયા અને ઝઘડીયા અને નર્મદા જીલ્લાના ડેડીયાપાડા-સાગબારા તાલુકો ડુંગરાળ-પથ્થરાળ વિસ્તારમાં આવેલા માંડમાંડ પાણી મળે છે.સિંચાઈના પાણીના અભાવના કારણે ખેડુતોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે.
ભરૂચ સાંસદ મનસુખ વસાવાના પ્રયત્નોથી રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે કરજણ સિંચાઈ યોજના હેઠળ કરજણ-વાડી પાઈપ લાઈન યોજના મંજુર કરાવી હતી.પરંતુ સમયની સાથે વારંવાર યોજનામાં બદલાવ આવ્યો અને અમુક જ વિસ્તારમાં ખાડી-કોતરોમાં પાણી છોડવામાં આવે છે.અમુક વિસ્તારમાં સિંચાઈનું પાણી નહીં મળતા આદિવાસી વિસ્તારમાં અસંતોષ જણાઇ રહ્યો છે.જેમાં નેત્રંગ તાલુકાના ધોલેખામ ડેમાં કરજણ ઉદભવન સિંચાઇ યોજનાનું પાણી આપવાની સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.જેમાં ધોલેખામ ડેમમાં પાણી ઠાલવવામાં આવે તો ધોલેખામ, આંજોલી, રામકોટ,ઉંડી-કુરી,મોટમાલપોર, ગામના સિંચાઈ અને પીવા માટેનું પાણી આસાનીથી મળી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે ઉનાળાની સિઝનના પ્રારંભની સાથે જ ગરમીના પ્રકોપના કારણે નદી – નાળા, તળાવ,ચેકડેમ સહિત તમામ જળાશયોમાં પાણીના સ્તરમાં તેજગતિએ ઘટાડો થઇ રહ્યો છે.આવનાર ટુંક સમયમાં જ સિંચાઈ-પીવાના પાણી માટે ધરતીપુત્રો વલખા મારવા મજબુર બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે.તેવામાં સરકારે કરોડોના ખર્ચે કરજણ યોજના પાછળ જે ખર્ચ કર્યો છે તે વ્યાર્થ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is