best news portal development company in india

જંબુસરના બે મકાનોમાં આગ લાગતા રોકડા રૂપિયા અને દાગીના આગમાં બળીને ખાખ

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

ભરૂચના જંબુસરના વેડચ ગામે બે મકાનોમાં આગ લાગતા રોકડા રૂ.૧.૨૫ લાખ અને દાગીના આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.

ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે.ત્યારે જંબુસર તાલુકાના વેડચ ગામે બે મકાનોમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.બનાવની જાણ થતાની સાથે જ નજીકમાં આવેલી પી.જી.પી ગ્લાસ કંપની તેમજ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો સદ્દનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી.પરંતુ આગમાં ઘરમાં રહેલ જમીન વેચાણના રોકડા રૂપિયા ૧.૨૫ લાખ બળીને ખાખ થઈ ગયા હતા તો સાથે જ સોના ચાંદીના દાગીના પણ આગમાં બળી ગયા હતા જેના કારણે મકાન માલિકને ભારે નુકસાન પહોંચ્યું હતું.

 

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!