– ડોમ,બેઠક વ્યવસ્થા,નાવડીઓ,જેટી,લાઈફ જેકેટ, સાફ-સફાઈ,વધારાનો પોલીસ સ્ટાફ,પાર્કિંગ સુવિધા, સ્વૈચ્છિક સંસ્થાઓ- જિલ્લા સંગઠનના સહયોગથી ભંડારા, ચા, પાણી, નાસ્તાની સુવિધા વધારી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
૨૭મી એપ્રિલસુધી ચાલનારી પરિક્રમા પૂર્ણ થવાને હજી ૧૦ દિવસ બાકી છે ત્યારે ગત શનિ-રવિવારની રજામાં શ્રદ્ધાળુઓનો ધસારો અને વધુ ભીડ ઉમટી પડતાં હવે ભીડને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓમાં બે ગણો વધારો કરી દેવામાં આવ્યો છે.રામપુરા ઘાટ ખાતે બોટની સંખ્યા વધારવાની સાથે જે.ટી.ની સંખ્યામાં પણ વધારો કરી દેવાયો છે.જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની સૂચનાથી ચારેય ઘાટ પર વધારાના ડોમ, પરિક્રમાર્થીઓની બેઠક વ્યવસ્થા, ખુરશી, સ્નાન માટેના ફુવારા, સમગ્ર રૂટ પર લાઈટની સુવિધા, રેલીંગ, બેરીકેટીંગને મજબૂત કરી દેવાઈ છે.એ ઉપરાંત તિલકવાડા અને રેંગણ ઘાટ પર એનાઉન્સ માટે સિસ્ટમ મુકવી, પ્રવાસીઓ માટે ચા-પાણી, ઓ.આર.એસ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરમ નાસ્તો બનાવીને નિઃશૂલ્ક સેવા આપી પરિક્રમાર્થીઓ થોડો સમય રોકાય શકે તેવી વધારાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
જિલ્લા કલેકટરના જણાવ્યાં અનુસાર ૫૦ બોટ હતી તેમાં ૨૦ વધારાની બોટ મંગાવીને હાલમાં ૭૦ જેટલી બોટની સુવિધા કરવામાં આવી છે. રેંગણ ઘાટ પર જે.ટી.માં વધારો કરી હાલમાં ૨૫ જેટલી કરાઈ છે.
નાવડીમાં પરિક્રમાર્થીઓને નવા લાઈફ જેકેટ આપવામાં આવે છે, નર્મદા જિલ્લા સંગઠનના ૧૦૦ જેટલા સ્વયંસેવકો પણ પોલીસ વિભાગ અને વહીવીટી તંત્ર સાથે ખડેપગે રહી પ્રવાસીઓને મદદ કરી રહ્યા છે.શનિ-રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પરિક્રમાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને સુવિધાઓમાં સુધારા-વધારા-ઉમેરો કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં કાર્યરત કન્ટ્રોલ રૂમ ખાતે પણ પ્રતિ બે કલાકે પરિક્રમાર્થીઓની સંખ્યાની નોંધ કરવામાં આવી રહી છે.આમ પરિક્રમાર્થીઓની સુવિધામાં વહીવટી તંત્ર દ્વારા બે ગણો વધારો કરવામાં આવી રહ્યો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is