ભરૂચ,
વાગરા ટાઉન વિસ્તાર માંથી પોલીસે કોપરના વાયરના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.પોલીસે ૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તેમજ જંબુસર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરીનાઓએ મિલકત સબંધી/ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. જે અનુસંધાને વાગરા પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર એસ.ડી ફુલતરિયાનાઓના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટાફના અ.હેડ કોન્સ્ટેબલ સુરેશજી હેમરાજજી,પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ અગરસિંહ તેમજ જયપાલસિંહ યશવંતસિંહનાઓ વાગરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમ્યાન દિવાન ફળિયા વિસ્તારમાં કોપરના વાયરનો જથ્થો હોવાની ચોક્કસ માહિતી મળી હતી.પોલીસે બાતમીના આધારે દિવાન ફળિયામાં જઈ તપાસ કરતા ૧૮૭ કિલોગ્રામ વજનના કોપરના વાયરના ગુંચળા મળી આવ્યા હતા.પોલીસે ૧,૧૨,૨૦૦ ના મુદ્દામાલ સાથે હશન ઈબ્રાહીમ ભટ્ટીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is