વડોદરા,ઓનલાઇન ગેમમાં પૈસા હારી જતા યુવકે ટેન્શનમાં આવીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે સહકાર નગરમાં રહેતો ૨૬ વર્ષનો સૌરાંગ અશોકભાઇ ચૂનાવાલા ખાનગી કંપનીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરતો હતો. ઓનલાઇન ગેમિંગના ચક્કરમાં ફસાયેલા સૌરાંગે ગેમ રમવા માટે બે લાખની લોન લીધી હતી. પરંતુ, ગેમમાં તે રૃપિયા હારી જતા તે ટેન્શનમાં હતો. તેના કારણે તેણે ગઇકાલે ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. સવારે તેની મમ્મીને જાણ થઇ હતી. સૌરાંગે આપઘાત કરતા પહેલા એક અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. તેમાં લખ્યું હતું કે, ગેમમાં હારી જતા આ પગલું ભરૃં છું. કપુરાઇ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is