best news portal development company in india

નેત્રંગના અશનાવી ગામના એક મકાનમાં રાખેલ જવલનશીલ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો ઝડપતી એસઓજી પોલીસ

SHARE:

ભરૂચ,
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અશનાવી ગામેથી ભરૂચ એસઓજી ની ટીમે એક મકાન માંથી જવલનશીલ પેટ્રોલિયમ પદાર્થનો રૂપિયા ૧,૪૧,૮૦૦ નો જથ્થો કબ્જે લઈને આ ગુના હેઠળ એક ઇસમને ઝડપી લીધો હતો અને તેના વિરૂધ્ધ નેત્રંગ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.
મળતી વિગતો મુજબ ભરૂચ એસઓજી પીઆઈ એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે નેત્રંગ – રાજપારડી રોડ પર આવેલ અશનાવી ગામે રહેતા હરેશ વસાવાએ તેના ઘરની સામે બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર ડિઝલનો મોટો જથ્થો સંગ્રહ કરેલ છે.પોલીસને મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેઇડ કરતા ઘરની ઓરડીમાં પ્લાસ્ટિકના બેરલ તેમજ કેનમાં શંકાસ્પદ પ્રવાહી ભરેલ હોવાનું જણાયું હતું.આ પ્રવાહી ડિઝલ હોવાનું જણાયું હતું.સ્થળ ઉપરથી બેરલો તેમજ કેનમાં ભરેલ ૧૦૩૦ લીટર ડિઝલ મળી આવતા પોલીસે સદર ઈસમ પાસે ડિઝલનો સંગ્રહ તેમજ વેચાણ કરવા માટેનો પરવાનો માંગતા તે મળી શકેલ ન હતો.જેથી પોલીસે આ શંકાસ્પદ પ્રવાહીની ખરાઈ કરવા તેમજ સ્થળ તપાસ કરવા નેત્રંગ મામલતદાર (પુરવઠા વિભાગ) ને બોલાવી તેમના માર્ગદર્શન મુજબ સ્થળ ઉપરથી મળેલ બેરલો અને કેન માંથી થોડું શંકાસ્પદ પ્રવાહી નમુના તરીકે લીધું હતું.પોલીસે સ્થળ ઉપરથી મળેલ ડિઝલનો જથ્થો પ્લાસ્ટિકની ગરણી,પાઈપ સહિત કુલ રૂપિયા ૧,૪૧,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈને હરેશ મનુ વસાવા રહે.ગામ અશનાવી તા.નેત્રંગના વિરુધ્ધ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
વધુમાં મળતી વિગતો મુજબ હરેશ વસાવા પોતે અન્ય ભારે વાહનોના ડ્રાઈવરો પાસેથી સસ્તા ભાવે ડિઝલ ખરીદીને તેનું વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું.આ શંકાસ્પદ પ્રવાહીનો નમુનો ફોરેન્સિક તપાસ માટે સુરત મોકલી આપવામાં આવ્યો હતો.

 

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!