– સડા ત્રણ વર્ષની બાળકીને રમાડવાના બહાને નવા બંધાતા મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું
– અંકલેશ્વરની એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ સ્પેશ્યલ પોક્સો કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી
– ગુજરાત વિક્ટિમ કમ્પૅન્સેશન સ્કીમ હેઠળ બાળકીને રૂ.૭ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો
ભરૂચ,
અંકલેશ્વરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર પાડોશી આધેડને અંકલેશ્વરની એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ સ્પેશ્યલ પોક્સો કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી તેમજ ગુજરાત વિક્ટિમ કમ્પૅન્સેશન સ્કીમ હેઠળ બાળકીને રૂપિયા ૭ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.
અંકલેશ્વરમાં ગત તા.૧૯ ઓગષ્ટ ૨૦૨૩ ના રોજ અંકલેશ્વરમાં રહેતા અને મૂળ યુપીના ૫૦ વર્ષીય રામુ પ્રભુદયાલ રાજપૂત પાડોશમાં રહેતા પરિવારની સડા ત્રણ વર્ષની બાળકીને રમાડવાના બહાને નવા બંધાતા મકાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.જે અંગે બાળકીના પરિવારજનોએ રામુ રાજપૂત વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની વિવિધ કલમો અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી નરાધમ રામુ રાજપૂતની ધરપકડ કરી હતી અને અંકલેશ્વરની એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.જે કેસ નામદાર એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટના જજ એસ.ડી પાંડે સાહેબે સરકરી વકીલ પિયુષ રાજપૂત ની ધારદાર દલીલો અને પુરાવા ઓને ગ્રાહ્ય રાખી રામુ પ્રભુદયાલ રાજપૂતને આજીવન કારાવાસ એટલે કે જીવે ત્યાં સુધી ની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો સાથે રૂપિયા ૧ લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો.સાથે ગુજરાત વિક્ટિમ કમ્પૅન્સેશન સ્કીમ હેઠળ બાળકીને રૂ.૭ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is