– ફાટાતળાવ વૈરાગીવાડ આંબેડકર નગરમાં અનેક રહીશોના વીજ ઉપકરણો ફુકાતા આર્થિક નુકસાન
– સ્માર્ટ મીટર ધરાવતા મકાન ધારકોના પણ વીજ ઉપકરણો ફુકાયા
ભરૂચ,
ભરૂચમાં વીજ કંપની દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ વારંવાર વીજ પુરવઠો ખોડવાય રહ્યો છે વીજ પુરવઠો દૂર થવા સાથે વોલ્ટેજ વધી જવાના કારણે ઘણા વિસ્તારોના વીજ ઉપકરણો ફુકાઈ રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે ભરૂચના ફાટા તળાવ સહિતની આસપાસના વિસ્તારમાં પણ લાઈટ પંખા કુલર એસી સહિતના ઉભી ઉપકરણો ફુકાયા હોવાની બૂમો ઊઠી છે.
ભરૂચ શહેરના ફાટા તળાવ વૈરાગી વાડ આંબેડકર નગર સહિત આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વીજ પુરવઠો ડુલ થવાના કારણે વારંવાર વીજ ઉપકરણો ફૂકાતા હોવાની ફરિયાદો ઉઠી છે.જેમાં ગતરોજ પણ રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં વીજ પુરવઠો ખોલવાતા ઘણા રહીશોના વીજ ઉપકરણો જેવા કે પંખા ટીવી એસી ફ્રીજ લાઈટ સહિતના ઉપકરણો ફુકાઈ જતા ભારે નુકસાની વેઠવાનો વારો આવતા આર્થિક નુકસાનના પગલે સ્થાનિકોએ પણ વીજ કંપની સામે ભારે આક્રોશ વ્યક્ત કરી વારંવાર બીજ ઉપકરણો ફૂકાતા હોય તેના માટે કાયમી સમસ્યા હલ થવી જોઈએ એટલું જ નહીં આ વિસ્તારના એક રહીસે તો પોતાના ખર્ચે વીસ હજાર રૂપિયા ખર્ચને વીજ થાંભલો પણ લગાવ્યો છતાં પણ પરિણામ શૂન્ય હોય તે પ્રકારે ગતરોજ વીજ પુરવઠો ખોલવાતા પુનઃ ફુકાયા હોવાની ઘટના સામે આવતા સ્થાનિકોએ આખરે મીડિયા નો સહારો લેવાની નોબત આવી ગઈ છે.
ભરૂચ શહેરના ભીડભંજન ખાડીથી માંડી ગડેરીયા વાળ એટલે કે લગભગ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ફુકાયા હોવાની બૂમો ઉઠી હોય અને જેમને વધારે પડતું નુકસાન થયું છે તે લોકોએ વીજ કંપની ઉપર ભારે હાલના બોલ કરી આક્રોશ ઠાલા ગયો છે એટલું જ નહીં જે લોકો સ્માર્ટ મીટર ધરાવે છે તેમના વિજ ઉપકરણો પણ ફૂકાયા હોવાની ફરિયાદો ઉઠી છે
ભરૂચમાં વીજ પુરવઠો ખોરવાય તે સ્વાભાવિક છે પરંતુ વીજ પુરવઠા સાથે રહીશોના મકાનોના વીજ ઉપકરણો મુકાય તે ગંભીર બાબત છે ભરૂચમાં અત્યંત સલમ વિસ્તારના ઘણા રહીશોના મકાનોના વીજ ઉપકરણો ફુકાઈ જતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને રોજ લાવી રોજ ખાનારાઓના વીજ ઉપકરણ ફુકાતા પાયલ થવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ થયો છે.
વેરાગીવાડ આંબેડકર નગરમાં એક મકાનના રહીશે તો પોતાના ખર્ચે લોખંડનો વીજ થાંભલો નખાવી વાયરીંગ કરાવ્યું છતાં પણ વીજ ઉપકરણો મુકાયા હોય અને તેમના જ ઘરમાં કુલર બે પંખા ટીવી અને ફ્રીજ ફૂકાઈ જવાના કારણે તેઓને મોટું નુકસાન થયું હોય તેવા આક્ષેપ મીડિયા સમક્ષ કર્યા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is