– કરજણ ડેમની ડાબા કાંઠાની નહેર જીએમડીસીના નવા પ્રોજેકટના કારણે ડાયવર્ટ કરવામાં આવનાર હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો
(જયશીલ પટેલ.ઝઘડિયા)
ગુજરાત ના રાજપાલને સંબોધીને આજરોજ ભારત આદિવાસી સંવિધાન સેના ભરૂચના દિલીપ વસાવા, આમલઝાર ગ્રૂપ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ સહિત આગેવાન બચુ વસાવા, ધનરાજ વસાવા, હેમેન્દ્ર કોઠીવાલા દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના શિડ્યુલ-૫ એરિયામાં આવીએ છીએ,ઘણા વર્ષોથી આ ગામોમાં અમારા આદિવાસી લોકો વસે છે, અહીંયા પેઢીઓની પેઢીઓ થી તેઓ વસવાટ કરી રહ્યા છે,ખેતી પશુપાલન અને જંગલ પેદાશો તેમના ભરણપોષણ માટે આજીવિકા નું સાધન છે, આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાનું અમે પેઢી દર પેઢી જતન કરતાં આવીએ છીએ, અંગ્રેજો સામે પણ આદિવાસીઓના દાદા પરદાદા જંગલ માટે લડ્યા છે, કયારે તેઓ ઝુકયા નથી અને જળ જંગલ અને પર્યાવરણ સાચવવાનું કામ કર્યું છે, હાલમાં જીએમડીસી ના નવા ડમલાઈટ પ્રોજેક્ટ આવી રહ્યો છે જેની પર્યાવરણીય લોક સુનાવણી ૨૪.૪.૨૫ ના રોજ પડવાણીયા મુકામે રાખવામાં આવેલ છે, જેના માટે હજારો હેક્ટર જમીન આ પ્રોજેક્ટ માટે સંપાદન થવાની છે અને વાલીયા તાલુકાના સોડગામ લિગ્નાઇટ માઈનિંગ પરીયોજનામાં પણ હજારો હેક્ટર જમીન સંપાદન થવાની છે જેની પર્યાવરણીય લોક સુનાવણી પણ સોડગામ મુકામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાખવામાં આવેલી છે આમ ઝઘડિયા અને વાલિયા તાલુકાની કુલ ૧૧ હજાર એકર જમીન આ બંને પ્રોજેક્ટ માટે સંપાદન થવાની છે જેનો અમો સખત વિરોધ નોંધાવીએ છીએ અને આ બંને પ્રોજેક્ટ માનવજાતિ પશુ પંખીઓ પ્રાણીઓ વિગેરેના હિત માટે રદ કરવા અમો માંગણી કરીએ છીએ, ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વાલિયા, ઝઘડિયામાં ૧૧ હજાર એકર જમીન આ બંને પ્રોજેકટમાં સંપાદિત થવાની છે. જેને પગલે શિડયુલ-૫ માં આવતા આજુબાજુના ગામોમાં ભૂગર્ભ જળ નીચે જવા અને કરજણ ડેમની ડાબા કાંઠાની નહેર જી.એમ.ડી.સી.ના નવા પ્રોજેકટના કારણે ડાયવર્ટ કરવામાં આવનાર હોવાના આક્ષેપ સાથે વાલિયા-ઝઘડિયામાં પર્યાવરણ સહિત માનવજાતિ, પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેકટ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is