(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
૨૯ માર્ચથી ચાલી રહેલી માં નર્મદાની ઉત્તરવાહીની પંચકોશીય પરીક્રમામાં હવે માત્ર એક સપ્તાહ જેટલો સમય બાકી છે.દિવસેને દિવસે શ્રધ્ધાળુઓમાં વધારો જોવા મળ્યો છે.દેશના મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતના વિવિધ જિલ્લાઓ માંથી મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે.ત્યારે મહારાષ્ટ્રના નાશિક ખાતેથી પરિક્રમા કરવા આવેલા સાઈકલ સવારોએ સ્વચ્છ નર્મદા-નિર્મલ નર્મદા,વૃક્ષો વાવો, જળ હી જીવન હૈ અને પર્યાવરણ જાળવણીએ આપણી જવાબદારી છે જેવા પ્લેકાર્ડ સાથે લોકોને સંદેશો આપતા પરિક્રમામાં જોડાયા હતા.
નાશિકના પર્યાવરણ પ્રેમી અને સાઈકલિસ્ટ ફાઉન્ડેશનના ડૉ.મનીષા રૌંદલે જણાવ્યું હતુ કે.અમે ૧૨ લોકોનું ગૃપ અહીં નર્મદા પરિક્રમા કરવા માટે આવીયા છીએ.એક અઠવાડીયા અગાઉ અમારા સાથી સાઈકલ દ્વારા નાશિકથી અહીંયા આવી નર્મદા પરિક્રમા કરી હતી.જેઓથી પ્રેરાઈને અમે આ પરિક્રમાનો લાભ લીધો છે.પ્રશાસન દ્વારા અહીં ખુબ સારી વ્યવસ્થઓ ગોઠવી છે અને ખાસ કરીને અહીંયાની સ્વચ્છતા ખૂબ સારી જોઈને અમને ખુશી થઈ છે.અમારા ગૃપ દ્વારા પરિક્રમામાં આવતા ભાવિક ભકતોને જલ બચાવો,જળ હી જીવન હૈ, વધારેમાં વધારે વૃક્ષો વાવો, સ્વચ્છતાહી સેવા અને પર્યાવરણની જાળવણી કરો તેવા નારા લગાવી પ્લે કાર્ડ દ્વારા લોકોને મેસેજ આપી જાગૃતતા લાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.સાથે સાથે સાઈકલ ચલાવી આપણા શરિરને ફીટ રાખવા અને પ્રદૂષણ અટકાવવા ખાસ અપીલ કરી હતી.
આ પ્રસંગે નાશિકના સાઈકલિસ્ટ ચંદ્રકાન્તભાઈ નાઈકે જણાવ્યું હતુ કે હું એ ૨૦૨૧ માં નર્મદાની આંખી ૩૦૦૦ કિ.મીની પરિક્રમા સાઈકલ દ્વારા કરી છે. સાથે એક મહિનાની ગોદાવરી નદીની પરિક્રમાં પણ કરી છે. બન્ને પરિક્રમામાં આજુબાજુની સ્વચ્છતા ખૂબ સુંદર રીતે કરેલી જોવા મળી છે.પરિક્રમાં દરમ્યાન મધ્યપ્રદેશ અને ગુજરાતના લોકોની ભક્તિ સાથે સેવાનો ભાવ ખૂબ સરસ લાગ્યો.આ પરિક્રમા દરમ્યાન લોકોને આપણે ફીટ તો ઈન્ડીયા ફીટ, જળ હી જીવન હૈ, સ્વચ્છતા રાખો, પર્યારવરણ બચાવોનો સંદેશ આપ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is