best news portal development company in india

આમોદ નગર સહિત તમામ આંગણવાડીઓમાં “પોષણ પખવાડિયા”ની ઉજવણી કરાઈ

SHARE:

– તાલુકામાં પ્રોટીનયુક્ત આહાર,ટેક હોમ રાશન (ટીઆરએચ), માતૃશક્તિ,બાલશકિતના ફાયદા વિષયક જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવી

આમોદ,

સમગ્ર ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ૮થી ૨૨ એપ્રિલ સુધી ‘પોષણ પખવાડિયું – ૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં અભિયાનનો મુખ્ય ઉદેશ્ય રાજ્ય અને દેશને પોષણયુક્ત બનાવવાનો છે.

આમોદ તાલુકાની તમામ આંગણવાડીઓમાં “પોષણ પખવાડિયા’ની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર અને તેમની ટીમ દ્વારા કિશોરીઓને પૌષ્ટિક આહારનાં મહત્વ- શાકભાજી અને પૂરતા ભોજન વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. કિશોરીઓને માસિક ધર્મ વ્યવસ્થાપન અંગે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વર્ષ-૨૦૨૫ના પોષણ પખવાડિયા માટે પાંચ મુખ્ય ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા હતા.જેમાં ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મ દિવસ સુધીના પ્રથમ ૧,૦૦૦ દિવસના સમયગાળામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવો, સમુદાય આધારિત કાર્યક્રમ દ્વારા અતિ ગંભીર કુપોષણમાં સુધારણા માટે નક્કર કાર્યવાહી કરવી,બાળકોમાં સ્થૂળતાને અટકાવવા તંદુરસ્ત જીવનશૈલી અને ખોરાકની આદતો વિશે જનજાગૃતિ પ્રસાર-પ્રચાર જેવા વિષયો પર કામગીરી કરવામાં આવી રહી છે.

‘વિકસિત ભારત’ના નિર્માણમાં કુપોષણ મુક્ત ભારતનું નિર્માણ અત્યંત મહત્વનું છે.પોષણ અભિયાન એક નિર્ણાયક પગલું સાબિત થઈ રહ્યું છે.ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષમાં બે વખત, સપ્ટેમ્બર મહિનામાં ‘પોષણ માસ’ અને માર્ચ – એપ્રિલ મહિનામાં ‘પોષણ પખવાડિયું’ ઉજવણી કરવામાં આવે છે.આ અભિયાન પોષણક્ષમ આહાર અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!