– જીલ્લા માંથી આગામી દિવસોમાં ૧૪ જેટલી બસોમાં ૭૦૦ જેટલા પ્રવાસીઓ કાશ્મીર જવાના હતા
ભરૂચ,
કાશ્મીરના પહલગામમાં થયેલા આંતકી હુમલાના પગલે ભરૂચ જીલ્લા ટુર ઓપરેટરોએ બહિષ્કારની જાહેરાત કરી કોઈપણ ટૂર જમ્મુ કાશ્મીર નહીં લઈ જવાનો નિર્ણય કરતા ૧૪ જેટલી બસની ટુર રદ્દ કરી દેવામાં આવી છે.
કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ જેટલા લોકોના મોત થતા સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.ત્યારે ભરૂચ જીલ્લા ટુર એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી જમ્મુ કાશ્મીરના પ્રવાસના બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે.જીલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે ઉનાળા વેકેશનમાં કાશ્મીરનું બે વર્ષ કરતા આ વર્ષે વધુ બુકિંગ હતું.જેમાં આગામી દિવસોમાં જીલ્લા માંથી ૧૪ જેટલી લકઝરી બસો કાશ્મીર પ્રવાસે જનાર હતી.જેમાં અંદાજીત ૭૦૦ જેટલા પ્રવાસીઓ વેકેશન માણવા જવાના હતા.પરંતુ આ હુમલાના પગલે તમામ ટુર રદ્દ કરી તમામ પ્રવાસીઓને તેઓના રૂપિયા પરત આપી રહ્યા છે.જેનાથી ઓપરેટરોને તેમજ કાશ્મીરના હોટલ, શિકારા સહિત સ્થાનિક લોકો અને કાશ્મીર સરકારને પણ કરોડો રૂપિયાનું નુકસાન થનાર છે.
આમ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને ભારે આર્થિક ફટકો પડશે તેમ લાગી રહ્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is