(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા પરિક્રમા અંતિમ તબક્કામાં પહોચી ગઈ છે.૨૭મીએ પરિક્રમા પૂર્ણ થશે.ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સરળ રીતે ચાલી રહી છે.હવે પરિક્રમાને માત્ર એક દિવસ બાકી રહ્યો છે.૨૭ એપ્રિલે પૂર્ણ થશે.તારીખ ૨૯ મી માર્ચથી પ્રારંભાયેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી અને ભક્તો એ ધન્યતા અનુભવી છે.પરિક્રમાની શરૂઆતથી ૨૫ એપ્રિલ સુધી અંદાજિત ૯ લાખ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી છે.
પરિક્રમા દરમ્યાન કોઈપણ તકલીફ પડી નથી. સુરક્ષાકર્મીઓ થકી લોકોની ખડેપગે સુરક્ષા કરી રહ્યા છે પરિક્રમા દરમ્યાન પરિક્રમાવાસી સરળતાથી દિવસ-રાત્રે પોતાની અનુકુળતાએ પરિક્રમા કરી શકે તેવી સારી વ્યવસ્થા સરકાર દ્વારા ઉભી કરાઈ છે અને ચાલુ વર્ષે તંત્ર દ્વારા બે જગ્યા એ ડાયરાઓ પણ ગોઠવામાં આવ્યા છે જેને લઈ અહીં આવતા ભક્તોએ પણ મા નર્મદા તટ પાસે ગરબા ગાઈને આખું વાતાવરણ ભક્તિમય બનાવ્યું.
ત્યારે જિલ્લા કલેકટર એસ.કે.મોદીની માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરાહનીય વ્યવસ્થાઓ ગોઠવી પરિક્રમાવાસીઓને તકલીફ ન પડે તે માટે સુચારૂ અને સુદ્રઢ આયોજન કરવામાં આવ્યુ છે.ત્યારે પોલીસ વિભાગ પરિક્રમાવાસીઓની દેખરેખ, આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય લક્ષી પ્રાથમિક સારવાર અને સખી મંડળ સ્ટોલ થકી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી નહી નફો નહી નુકશાનના ભાવે વેચાણ કરે છે. અન્ય વિભાગ દ્વારા પણ અનેક ફરજ બજાવીને ચોવીસ કલાક પરિક્રમાવાસીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે.આ વર્ષે જિલ્લા ભાજપના પ્રમુખ સહિત કાર્યકર્તા ઓએ પણ ભક્તો ને સેવા આપી છે જોકે આ વર્ષે રેકોડ બ્રેક ભક્તો આવ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is