best news portal development company in india

જંબુસરમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.૭,૫૫૦ ના ભાવે ખરીદી શરૂ : ૨૩,૦૦૦ બેગનું વેચાણ

SHARE:

ભરૂચ,

જંબુસર તાલુકામાં ગુજરાત એગ્રો એજન્સી દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. યુનિયન જીનની બાજુમાં આવેલા મથક પર ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ. ૭,૫૫૦ નો ભાવ મળી રહ્યો છે.

વહેલી સવારથી ખેડૂતો ટ્રેક્ટરમાં તુવેર ભરીને આવે છે. રોજ લગભગ ૭૦ થી ૮૦ ટ્રેક્ટર તુવેર લઈને પહોંચે છે.ખરીદી શરૂ થયાના દસથી બાર દિવસમાં અંદાજે ૨૩,૦૦૦ બેગની ખરીદી થઈ ચૂકી છે. ખરીદી કેન્દ્ર પર અવ્યવસ્થા ન સર્જાય તે માટે ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.જો કે, દિવસભરના લાંબા ઇંતજાર પછી પણ તમામ ખેડૂતોની તુવેર ખરીદી થઈ શકે તેવી વ્યવસ્થા હજુ અપૂર્ણ છે.તુવેરના સારા ભાવના કારણે પંથકના ખેડૂતોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!