– લાકડાના ઢગલાની બાજુમાં બાંધેલ ભેંસ પણ દાઝી જવા પામી હતી
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના નવા માલજીપુરા ગામે રહેતા સાવિત્રીબેન ધર્મેન્દ્રભાઈ વસાવા ઘરકામ કરે છે.તેમના ધરની બાજુમાં ખુલ્લી જગ્યામાં તેઓએ પાંચ ટ્રેક્ટર જેટલા બાવળના લાકડા ભેગા કરી ઢગલો કર્યો હતો, ગતરોજ તેઓ ઘરે હાજર હતા.ત્યારે તેમનો છોકરો યુવરાજ તેમને જણાવ્યું હતું કે તારાબેને કચરો સળગાવતા નજીકમાં લાકડાનો ઢગલો પડેલ તે આપણા લાકડા સળગી ગયા છે,સાવિત્રીબેન બહાર જઈને જોતા તેમણે એકત્ર કરેલા લાકડાનો ઢગલો સળગી રહ્યો હતો,ત્યારે લાકડાના ઢગલાની બાજુમાં તેઓએ તેમના ઢોળ બાંધેલ હતા તે ઢોળ પણ તેમણે બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તે પૈકી એક ભેંસને છોડતા વાર લાગતા ભેંસને આગની ઝાર લાગી હતી જેથી તેના પાછળના થાપા ના ભાગે ભેંસ દાઝી ગઈ હતી.આ બાબતે સાવિત્રીબેને તારાબેનની પુત્રી ને પૂછ્યું કે અમારા લાકડા શા માટે સળગાવ્યા છે તો તેણે કંઈ જવાબ આપેલ નહીં, લાકડા સળગી જવાના કારણે સાવિત્રીબેન ધર્મેન્દ્રભાઈ વસાવાને આશરે ૩૫ હજાર રૂપિયા જેટલું નુકસાન થતાં તેમણે રાજપારડી પોલીસ મથકમાં તારાબેન શંકરભાઈ વસાવા રહે.નવા માલજીપુરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is