– નન્નૂ મિયા નાળા નજીક અને વ્હાલું ગામ નજીક રહેતા હતા બાંગ્લાદેશીઓની પોલીસે તમામના રેકોર્ડની તપાસ કરવા સાથે પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા
– તમામના રેકર્ડ તપાસ્યા બાદ બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી કરશે
ભરૂચ,
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓના હુમલાની ઘટનાને પગલે ગૃહમંત્રીએ પણ ભારત દેશમાં વસતા પાકિસ્તાનીઓને પરત મોકલવા અને બાંગ્લાદેશીઓને પણ શોધી કાઢી પરત કરવાના આહવાનના પગલે ભરૂચ જીલ્લા પોલીસે પણ ભરૂચ ના અલગ અલગ વિસ્તારોમાંથી ૧૫ જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડી તેમને પરત બાંગ્લાદેશ રવાના કરવાની કામગીરી કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ભારતના પર્યટકો પ્રવાસની મજા માણી રહ્યા હતા તે દરમ્યાન ચાર જેટલા આતંકીઓએ અચાનક ધસી આવી પર્યટકો ઉપર ગોળીબાર કરી નિર્દોષ લોકોની હત્યા કરી આતંકીઓ રફુચક્કર થતા જ આંતંકીઓના આવા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ભારત દેશમાં પડ્યા હોય જેના પગલે ગૃહમંત્રીએ પણ ભારતમાં વસતા પાકિસ્તાનીઓને તેઓના વતન પરત કરવા સાથે બાંગ્લાદેશીઓને પણ પરત કરવાનું આહવાન કરતા ભરૂચ એસઓજી પોલીસ તથા એલઆઈબી સહિતની અલગ અલગ પોલીસની ટીમોએ બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની કામગીરી કરી ભરૂચના નન્નૂમિયા નાળા તથા વ્હાલું ગામ નજીક રહેતા ૧૫ જેટલા બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેમને તેમના વતન પરત કરવા માટેની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી હોવાની ઘટના સામે આવી છે.
ભરૂચ જીલ્લામાં વસતા બાંગ્લાદેશીઓને અલગ અલગ વિસ્તારો માંથી શોધી કાઢી ભરૂચ એસોજી પોલીસ સ્ટેશને લાવી તેમની માહિતી મેળવી તેમને તેમના વતન બાંગ્લાદેશ પરત કરવા માટેની કામગીરી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મોકલી કરવામાં આવી રહી હોવાની માહિતી સપાટી ઉપર આવી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is