ભરૂચ,
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં આવેલા માર્કેટ યાર્ડમાં રહેતા સુલેમાન સિદ્દિક મંગલીયા (ઉ.૪૦) ઉંટ લારી ચલાવી મજુરીકામ કરીને ગુજરાન ચલાવતા હતા.આજે સવારના સમયે ઘરમાં ચા બનાવાની હોવાથી દુધ લેવા માટે ગયા હતા.ત્યાંથી પરત ફરતાં દરમ્યાન રસિક કુમારસિંગ વસાવાએ કોઈ અગમ્ય કારણોસર લાકડાના સપાટા સુલેમાન સિદ્દિક મંગલીયાને માથાના ભાગે મારતા લોહીલુહાણ થતાં જમીન ઉપર ઢળી પડ્યા હતા.સ્થાનિકોએ ઈજાગ્રસ્તને ૧૦૮ એમબ્યુલન્સ દ્વારા નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાર બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં નેત્રંગ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.આ મામલામાં પોલીસે હત્યારા રસિક વસાવાને ગણતરીના સમયમાં ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is