best news portal development company in india

અમદાવાદ : ચંડોળામાં 4000થી વધુ કાચા-પાકા મકાન, ઝૂંપડાનો સફાયો, કુલ 1.50 લાખ ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત

SHARE:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષ-2015માં ચંડોળા તળાવ ડેવલપ કરવા બે લાખ ચોરસમીટરથી વધુ જગ્યા સોંપવામાં આવી હતી. તળાવની જગ્યામાં થતા ગેરકાયદે બાંધકામ સામે આંખ આડા કાન કરનારા કોર્પોરેશનના અધિકારીઓ અને સ્ટાફે મંગળવારે 1 લાખ ચોરસ મીટર જગ્યા ખૂલ્લી કર્યા પછી બીજા દિવસે માત્ર 50 હજાર ચોરસ મીટર જગ્યા ખાલી કરતા બે દિવસમાં માત્ર 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન જ ખુલ્લી કરી શકયા છે.

તળાવના બંગાળી વાસ સિવાયના વિસ્તારમાં બુધવારે સવારથી ડિમોલીશન કામગીરી શરૂ કરાતા અફરાતફરીનો માહોલ છવાયો હતો.ઢોરવાડા સહિતના પાકા બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળતા સ્થાનિકોએ માલસામાન હટાવી લેવા માટે દોટ મુકી હતી.બે દિવસમાં  મ્યુનિ.તંત્રે ચાર હજાર કાચા-પાકા મકાન,ઝૂંપડા તોડયા હોવાનુ સાાવાર જાહેર કરાયુ છે.

દક્ષિણ ઝોનમાં આવેલા દાણીલીમડામાં   આવેલા ચંડોળા તળાવની જગ્યામાં છેલ્લા એક દાયકાથી પણ વધુના સમયથી કાચા,પાકા મકાન,ઝૂંપડા ઉપરાંત ધાર્મિક સ્થાનાના ગેરકાયદેસર બાંધકામો મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ અને સાાધીશોની નજર હેઠળ જ થયા હતા. આમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી. મંગળવારે 2150 બાંધકામ તળાવની જગ્યામાં તોડી પાડયાનો દાવો કરનાર મ્યુનિ.તંત્રની ટીમે બુધવારે સવારે  તળાવની જગ્યામાં ડિમોલીશનની કામગીરી શરુ કરી એ અગાઉ પોલીસના ગ્રીન સિગ્નલ વગર જે.સી.બી.સહિતની મશીનરી મુવ કરાતા એસીપી કક્ષાના પોલીસ અધિકારીએ ડેપ્યુટી ટી.ડી.ઓ.કક્ષાના અધિકારીને  મંજૂરી વગર જે.સી.બી. આગળ લઈ જવાની બાબતને લઈ ખખડાવ્યા હોવાની બાબત ચર્ચાનો વિષય બની હતી.

બે દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન 50 ટીમ, જે.સી.બી.,ડમ્પર,ટ્રક અને મેનપાવર સાથે તળાવની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી  ચાલે છે.તળાવની જગ્યામાં થયેલા ગેરકાયદેસર બાંધકામને લઈ પોલીસ  સહિતના અન્ય તંત્રે પણ તળાવની જગ્યામાં થયેલા ગેરકાયદેસર બાંધકામની સંપૂર્ણ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોવાનુ કહી હાથ અઘ્ધર કરી લીધા છે.

ચંડોળા તળાવની ફરતે પાકી દીવાલ બનાવવા સર્વે શરૂ 

ચંડોળા તળાવની જગ્યામાં થયેલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે તળાવની જગ્યામાં દબાણ કરનારા ફરીથી ધૂસી ના જાય એ માટે તળાવની ફરતે પાકી દીવાલ બનાવવા સર્વે શરૂ કર્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર અને એસ્ટેટ વિભાગના અધિકારીઓએ ડિમોલીશન કાર્યવાહી ને પગલે ચંડોળા તળાવની જગ્યા ઉપર ખાનગી એજન્સીના કર્મચારીઓને સાથે રાખી તળાવની  ફરતે પાકી દીવાલ બનાવવા વિસ્તારની માપણી કરી મેપીંગ કરવા અંગે કવાયત શરુ કરી હતી.

પોલીસ અધિકારીએ મ્યુનિ. અધિકારીને ખખડાવ્યા

ચંડોળા તળાવની જગ્યામાં થયેલા ગેરકાયદેસર બાંધકામ,દબાણ દુર કરવાની બીજા દીવસની કાર્યવાહી શરુ થાય એ અગાઉ પોલીસ અધિકારીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી ટી.ડી.ઓ.કક્ષાના અધિકારીને ખખડાવતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.પ્રાપ્ત વિગત અનુસાર,બુધવારે પોલીસના ગ્રીન સિગ્નલ વગર મ્યુનિ.ના અધિકારીઓએ જે.સી.બી.સહિતની મશીનરી મુવ કરતા એસીપી કક્ષાના પોલીસ અધિકારીએ મ્યુનિ.ના ડેપ્યુટી ટી.ડી.ઓ.કક્ષાના અધિકારીને ખખડાવીને કહયુ,અમને પુછયા વગર જે.સી.બી. આગળ લઈ જવાની ઉતાવળ કેમ કરી? પોલીસ અધિકારીના ઠપકા પછી મશીનરી પાછી મેદાનમાં લાવવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!