મુંબઇ : સામંથા રુથ પ્રભુના એક ચાહકે આંધ્ર પ્રદેશના બાપટલા ખાતે તેનું મંદિર બનાવ્યું છે. તેનાલી સંદિપ નામના આ ચાહકે મંદિરમાં સામંથાનો ૩૮મો જન્મદિવસ મનાવ્યો હતો.
આ મંદિરને સામંથાનાં મંદિર તરીકે ઓળખ આપવામાં આવી છે. મંદિરમાં સામંથાની બે પ્રતિમા રાખવામાં આવી છે. જેમાંની એક થોડી મોટી છે, જેને મંદિરના કેન્દ્રમાં રાખવામાં આવી છે. મંદિરને તેના જન્મદિવસે ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.
પ્રશંસકે બાળકો સાથે કેક કાપીને તેમજ તેમને ભોજન આપીને પોતાની ખાસ અભિનેત્રીનો જન્મદિવસ મનાવ્યો હતો. તેણે પોતાના જન્મદિવસે અનાથઆશ્રમમમાં ભોજનનું આયોજન પણ કર્યુ ંહતું. મંદિરને જન્મદિવસના દિવસે ફૂલોથી સજાવામાં આવ્યું હતું. તેમજ બપોરના ભોજનનું પણ આયોજન કરવામાંઆવ્યું હતું. અભિનેત્રીના ચાહકે મીડિયાને જણાવ્યું હતું કે, હું સામંથાના દરેક જન્મદવિસે કેક કાપીને અનાથ આશ્રમના બાળકોને ખવડાવુ છું.
તે છેલ્લા ત્રણ વરસથી સામંથાનો જન્મદિવસ આ રીતે જ ઊજવી રહ્યો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is