best news portal development company in india

ગાંઘીનગર ખાતે આમોદ તાલુકાના ૧૮ પ્રાથમિક શિક્ષકોને ‘૫ર્યાવરણ સંરક્ષક’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

SHARE:

આમોદ,

ગાંધીનગર ટાઉનહોલ ખાતે શ્રી માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ,શ્રી બ્રહ્મ સમાજ ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં ૫ર્યાવરણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર ગુજરાત રાજયના ૨૫૨૫ શિક્ષકોનું તા.૨૭.૦૪.૨૫ના રોજ ‘૫ર્યાવરણ સંરક્ષક’ એવોર્ડથી શિક્ષણમંત્રીની કુબેર ડિંડોર દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.જેમા ભરૂચ જિલ્લાના ૧૩૦ શિક્ષકોની ૫સંદગી થઈ હતી.જેમાંથી આમોદ તાલુકાના ૧૮ જેટલા પ્રાથમિક શિક્ષકોની ૫સંદગી કરવામાં આવી હતી.આમોદ તાલુકાના ભૂતપૂર્વ તાલુકા શિક્ષણાઘિકારી શબ્બીરભાઈ સાપાની અઘ્યક્ષતામાં ૧૮ શિક્ષકો ગાંઘીનગર ખાતે આ એવોર્ડ સંમારંભમાં ઉ૫સ્થિત રહીને ‘૫ર્યાવરણ સંરક્ષક’એવોર્ડનું બહુમાન પ્રાપ્ત કર્યુ હતું.જેમાં ભરૂચ ડાયઝના લેકચરર ડૉ.જતીન મોદીએ રાજય કન્વીનર તરીકે ઉમદા કામગીરી કરી ભરૂચ જીલ્લામાંથી ૧૩૦ જેટલા ૫ર્યાવરણ પ્રેમી શિક્ષકોનું રજીસ્ટ્રશન કરાવી તેમને એવોર્ડ માટે પ્રેરિત કર્યા હતા.આમોદ તાલુકાથી સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યા રેખાબેન મકવાણાએ જિલ્લા સંયોજક તરીકે સરાહનીય કામગીરી કરી તાલુકા માંથી ૧૮ જેટલા ૫ર્યાવરણ શિક્ષકોનું રજીસ્ટ્રેશન કરાવી તેમને આ ‘૫ર્યાવરણ સંરક્ષક’એવોર્ડ માટે સહાયરૂ૫ ભૂમિકા અદા કરી હતી.જેને લઈ ગુજરાત રાજયના માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્ચમિક ૫રીક્ષા બોર્ડના મદદનીશ સચિવ પુલકીત જોષી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્ચુ હતુ.જયારે માલકીનપુરા પ્રાથમિક શાળાના આચાર્યા પ્રજ્ઞાબેન ૫ટેલનું આમોદ તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીરભાઇ સાપા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!