best news portal development company in india

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઝઘડિયાના દેવાંશુને મળ્યું નવું જીવન

SHARE:

– માત્ર ૧ મહિનાની ઉંમરે દેવાંશુના હ્રદયમાં કાણું હોવાનું નિદાન થતાં અમદાવાદની હોસ્પિટલમાં થયું વિનામૂલ્યે ઓપરેશન

– સરકાર સહયોગથી વિનામૂલ્યે હૃદયનું ઓપરેશન સફળ બન્યુ અને મારા દેવાંશને નવુ જીવન મળ્યું છે : લાભાર્થી – સતીશભાઈ વસાવા

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ગુજરાત સરકારનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આંગણવાડી, પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા ઘરે-ઘરે જઈને ટીમ દ્વારા બાળકોની પ્રાથમિક આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે.RBSK થકી ૦ થી ૧૮ વર્ષના બાળકોની (જેનામાં જન્મજાત ખામી, ઉણપ,ગંભીર રોગો તેમજ વિલંબિત વિકાસ વગેરેની) તપાસ, નિદાન તેમજ રીફર કરીને સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. ઈશ્વરે સૌ મનુષ્યોને જીવન આપ્યું છે. પરંતુ કયારેક ઈશ્વર દ્વારા અપાયેલા આ શરીરમાં ખોડ-ખાપણ પણ રહી જતી હોય છે. ત્યારે ગુજરાત સરકાર આ ખોડ-ખાપણને દૂર કરવા હંમેશ પ્રયત્નશીલ છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગ થકી શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં કુલ ૨૬ ટીમો કાર્યરત છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના દેવાંશુને આર.બી.એસ.કે ટીમની મદદથી હૃદયનું ઓપરેશન સફળ થયું છે. ત્યારે લાભાર્થીના પિતા સતીશભાઈ વસાવાએ જણાવ્યુ કે, આંગણવાડીમાં રેગ્યુલર ચેક-અપ કરવા આવતા ડૉકટરને દેવાંશુની ઉંમર પ્રમાણે ઉંચાઈ અને વજન પણ ઘણું ઓછું લાગતા તેથી વધુ રીપોર્ટસ માટે ચેક-અપ કર્યુ. હદયના ધબકારા અસામાન્ય લાગતા રેફરન્સ કાર્ડ આપીને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કાર્ડિયોગ્રાફીના રિપોર્ટ માટે કહ્યું, ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ ઑપરેશનની જરૂરિયાત જણાઈ હતી. અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા. ત્યાંના ડૉકટરના રિપોર્ટમાં પણ આવું જ નિદાન થતાં એક વર્ષના બાળક દેવાંશનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. તેમણે સરકારનો આભાર માનતા કહ્યું હતું કે, અમારી પાસે એટલા પૈસાની સગવડ નહોતી કે અમે ઓપરેશન કરાવી શકીએ. પણ સરકારના સહયોગથી વિનામૂલ્યે હદયનું ઓપરેશન સફળ બન્યુ અને મારા દેવાંશને નવુ જીવન મળ્યું છે. ઓપરેશન પછી એમનામાં ઘરમૂળથી જ બદલાવ આવ્યો છે. ઉંચાઈ અને વજનમાં ઉત્તોરઉત્તર વધારો જોવા મળ્યો છે. અન્ય બાળકોની જેમ સ્ફૂર્તિથી રમે છે.

દેવાંશુના માતા રીતુબેન જણાવે છે કે, જ્યારથી દેવાંશુને હૃદયની બિમારીનું નિદાન થયું ત્યારથી આર.બી.એસ.કેની ટીમ દ્વારા નિયમિત ચેકઅપ કરવામાં આવે છે. તે બદલ જિલ્લા આરોગ્ય વિભાગ અને સરકારનો આભાર માનતા ખુશીની લાગણી અનુભવું છું કે, એમના થકી આજે મારૂં બાળક તંદુરસ્ત છે અને મારી સાથે પરિવારમાં જીવે છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!