– ૩૪ વર્ષ થી સમૂહ લગ્નો યોજતા માછી સમાજ અન્ય સમાજ માટે પ્રેરણા સ્ત્રોત
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
માછી યુવક મંડળ રાજપીપલા આયોજીત ૩૪ મો સમૂહ લગ્નોત્સવ જીનકંપાઉન્ડ રાજપીપલા ખાતે યોજાયો હતો.આ સમૂહલગ્નોત્સવમાં પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડી દામ્પત્ય જીવનની શરૂઆત કરી હતી.નવયુગલોએ સંતો/મહાનુભાવોની ઉપસ્થિતિમાં આર્શીવચન, આર્શીવાદ મેળવ્યા હતા.નવ દંપતિઓને સોના-ચાંદીની વસ્તુઓ સહિત ૧૨૦ જેટલી અનેકવિધ વસ્તુઓ કન્યાઓને કન્યાદાનમાં આપવામાં આવી હતી.
સમારંભના પ્રમુખ પ્રભાત માછી, સંતો, મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રજવલન કરી સમૂહ લગ્નોત્સવ પ્રસંગને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.
સમૂહ લગ્નોત્સવ કાર્યકમમાં સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, રાજપીપલા નગરપાલિકાના કારોબારી સમિતિના અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ તથા સ્વામી સિધ્ધેશ્વર દાસજી,માજી ધારાસભ્ય.પી.ડી.વસાવા તેમજ વર્તમાન ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે પોતાના વકતવ્યોમાં માછી યુવક મંડળ,રાજપીપલા દ્વારા વર્ષો વર્ષથી થતી સમૂહ લગ્નોત્સવની આ નિઃસ્વાર્થ પ્રવૃતિને પ્રવર્તમાન સમયની સરાહનીય સમાજોપયોગી કામગીરી જણાવી તેને બિરદાવી પ્રભુતામાં પગલા પાડનાર પાંચે નવયુગલોને આર્શીવચન સહ આર્શીવાદ પાઠવ્યાં હતા અને ૩૪ વર્ષથી સમૂહ લગ્નો યોજતા માછી સમાજ અન્ય સમાજ માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા. વરરાજાઓનો વરધોડો મોટા માછીવાડથી શરૂ કરી સમૂહલગ્નોત્સવ સ્થળ જીન કંપાઉન્ડ સુધી કાઢવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is