ભરૂચ,
ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ ઝારખંડના પલામૂ જિલ્લાના કાબરાકાલા ગામની વતની ૫૫ વર્ષીય મીનાબેન ચૌધરીનું છ મહિના બાદ તેમના પરિવાર સાથે સુખદ પુનર્મિલન કરાવ્યું હતું.
મહિલા ભૂલી પડી ગયેલી હાલતમાં ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક મળી આવતાં, એક અજાણી સેવાભાવી વ્યક્તિ દ્વારા માહિતી મળતા સેવાયજ્ઞ સમિતિના કાર્યકરોએ તેમને અનાથ વૃદ્ધાશ્રમમાં રાખ્યા હતા. શરૂઆતમાં મીનાદેવી કોઈ ભાષામાં સંવાદ નહીં કરી શકતાં હોવાથી તેમનો સંપર્ક પરિવાર સાથે થઈ શક્યો નહીં. કેટલીક વખત બાદ એમણે પોતાનો જૂનો કોન્ટેક્ટ નંબર આપ્યો એ નંબર દ્વારા તેમનું ઝારખંડના ગામ સાથે જોડાણ સાબિત થયું.પછી મળેલા સંપર્ક મુજબ મીનાદેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની પુત્રી અને જમાઈને મળવા ટ્રેન દ્વારા જતાં ગુમ થઈ ગયા હતા. સ્થાનિક ભાષા સિવાય કોઈ બીજી ભાષા ન આવડતાં અને સામાન ચોરાઇ જતાં તેઓ ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ ખૂબ શોધખોળ બાદ પણ કોઈ ભાળ ન મળતાં નિરાશ થઈ ગયા હતા.સેવાયજ્ઞ સમિતિના હિમાંશુ પરીખ દ્વારા મીનાદેવીના જમાઈ અને પુત્રીનો સંપર્ક સાધી તેમને ભરૂચ બોલાવી મીનાદેવીનો આનંદમય મેળાપ કરાવ્યો હતો.
સંસ્થા હાલમાં આશરે ૨૦૦ અનાથ વૃદ્ધોની સંભાળ પરિવાર જેવી લાગણી સાથે રાખે છે અને આવા અનેક લોકોના પુનર્મિલન માટે સતત કાર્યરત રહે છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is