ભરૂચ,
અંકલેશ્વર GIDC પોલીસે સારંગપુર વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવતા આરોપી સોનુકુમાર ધીરો મંડલ મૂળ બિહારનો રહેવાસી છે અને હાલમાં મંગલદીપ સોસાયટીમાં ભાડે રહે છે. પોલીસને બાતમી મળી હતી કે આરોપી એક બેગમાં કપડામાં વીંટાળીને જીવતા કારતૂસ સાથે તમંચો સંતાડીને રાખે છે.જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.સ્થળ પરથી દેશી બનાવટનો તમંચો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૫ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે કે આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને તેની પાસે હથિયાર રાખવાનું કારણ શું છે.આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is