(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
રાજપીપળામાં એમએએમ પ્રિસ્કૂલમાં સૈયદ હસન અશ્કરી મિયાંના હસ્તે બે નવા ક્લાસરૂમનું ખાતમુહૂર્ત કરાયું હતું.
મોહદ્દિશે આઝમ એજ્યુકેશન એન્ડ ચેરિટિબલ ટ્રસ્ટ રાજપીપળા દ્વારા રાજપીપળા મદીના પાર્ક સોસાયટીમાં શરૂ કરાયેલ એમએએમ ઇંગલિશ મીડિયમ પ્રિસ્કૂલને એક વર્ષ સફળતા પૂર્વક પૂરું થયું છે.ત્યારે મોહસીને આઝમ મિશન સંસ્થાના ફાઉન્ડર સૈયદ હસન અશ્કરી મિયાં તેમજ સંસ્થાના પ્રમુખ ની ઉપસ્થિતિમાં આજે શાળા ખાતે નવા બે ક્લાસરૂમનુ ખાતમુહૂર્ત કરાયું હતું.તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે બાળકોને પરિણામ પત્રો એનાયત કરાયા હતા.
આ અવસરે સંસ્થાના સ્થાપક સૈયદ હસન અશ્કરી મિયાંએ શાળાને સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ થતા અભિનંદન પાઠવ્યા હતા.ઉપરાંત તેઓએ શિક્ષણ ઉપર ભાર મૂકતા જણાવ્યું હતું કે શિક્ષણ અંધકારમાં પ્રકાશ આપવાનું કામ કરે છે આજના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે જેથી કરીને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવો તેમજ તેઓએ “પઢોગે તો આગે બઢોગે” નું સૂત્ર આપીને સમાજને એક નવી દિશા સૂચવી છે.ત્યારે રાજપીપળા ખાતે આવેલ એમએએમ પ્રિસ્કૂલમાં બે નવા ક્લાસરૂમ બની રહ્યા છે.જેનું ખાતમુહૂર્ત કરાયું હતું તે અંગે ખુશી વ્યક્ત કરી હતી અને આવનાર સમયમાં ધોરણ એક થી સાત અને તબક્કાવાર ઉચ્ચ શિક્ષણ તરફ સંસ્થા પહોંચે તેવી આશા વ્યક્ત કરી નેક દુઆઓની નવાઝીશ કરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is