(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લા માં પણ RTE હેઠળ શાળામાં પ્રવેશ માટે ખોટા આવકના દાખલાનું ષડયંત્ર ઝડપાતા શિક્ષણ જગતમાં ખળ ભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં એડમિશન મેળવવા માટે નકલી આવકના દાખલા બનાવવા મામલે ૫ ઈસમો વિરૂદ્ધમાં રાજપીપલા પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજપીપલા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
આ ભાંડો ત્યારે ફૂટ્યો ત્યારે ગાંધીનગરમાં ડાયરેક્ટર ઓફ પ્રાયમરી એજ્યુકેશનના અધિકારી પાસે જ્યારે આવકના દાખલા વેરિફિકેશનમાં પહોંચ્યા ત્યારે ખરાઈ કરવા માટે તલાટીને વોટ્સઅપમાં મોકલ્યા હતા.જેમાં તાલુકાના ચાર ગામના લોકોએ તલાટીની ખોટી સહી અને ગ્રામપંચાયાતના ખોટા સિક્કા લગાવીને નકલી આવકાના દાખલા નીકળ્યા હતા. રાજપીપળા પોલીસે ૫ લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.
નર્મદાના નાંદોદ તાલુકના ભદામ ગ્રામ પંચાયતના તલાટી ક્રિષ્ણાબહેન શાહે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘ભદામ ગ્રામ પંચાયત ખાતે છેલ્લા દોઢ વર્ષથી તલાટી કમ મંત્રી તરીકેની ફરજ પર છું. ગત ૨૩ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ગાંધીનગરથી ડાયરેક્ટર ઓફ પ્રાયમરી એજ્યુકેશનના અધિકારીએ વોટ્સએપમાં આવકના દાખલાનો ફોટો મોકલ્યો હતો.જે દાખલો ૬ માર્ચ ૨૦૨૫ ના રોજ ભદામ ગામના રહેવાસી રાહુલભાઈ પ્રજાપતી નામના વ્યક્તિનો હતો.આ દાખલામાં મારી સહી અને પંચાયતના ખોટા સિક્કા મારેલા હોવાનું જણાયું હતું. આ મામલે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે સીસ્ટમમાથી જનરેટ કરેલ ન હોવાનું જણાવ્યું હતું અને દાખલાનો ક્રમાંક નંબર પણ ખોટો હોવાનું સામે આવ્યું હતું.
જ્યારે ગાંધીનગરથી અધિકારીએ ગામકુવા ગ્રામ પંચાયત, બોરીદ્રા ગૃપ ગ્રામ પંચાયત (વણઝર ગામ), ભચરવાડા ગ્રામ પંચાયત, સુંદરપુરા ગ્રામ પંચાયતના કુલ ૬ આવકાના દાખલા ખરાઈ કરવા મોકલા હતા. જેમાં તમામ તમામ આવકના દાખલા સુંદરપુરા ગ્રામ પંચાયતની સીસ્ટમમાથી જનરેટ થયા હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામમલે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરીને રાહુલભાઈ પ્રજાપતી (રહે.ભદામ), દર્પણભાઈ ઉર્ફે દિલિપભાઈ પટેલ (રહે.ભચરવાડા), અનિલ રોહિત (રહે.ગામકુવા), દક્ષાબહેન બારીયા (રહે.ભચરવાડા), કલ્પનાબહેન વસાવા (રહે.વણજર) વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
ક્રિષ્નાબેન દ્વારા બાબતે તપાસ કરતા આવકનો દાખલો ખોટી સહીવાળો અને જનરેટ થયો ન હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ક્રિષ્ના શાહે પૂછતા રાહુલ પ્રજાપતિએ કહ્યું કે આ દાખલો મને ભચરવાડાના દર્પણ ઉર્ફે દિલીપ ચંદ્રકાંત પટેલે કાઢી આપ્યો છે.બીજે દિવસે રજત પટેલે ક્રિષ્નાબેન શાહના મોબાઈલમાં ફરીથી ગામકુવા,બોરીદ્રા, ભચરવાડા ગ્રામ પંચાયતોના આવકનાં દાખલા
મોકલ્યા હતા.ક્રિષ્નાબેન શાહે એમના સંપર્કના ગ્રામ પંચાયતના તલાટીને આ દાખલા વિશે પૂછતા તેમણે પણ આવા દાખલા કાઢી આપ્યા ન હોવાનું
જણાવ્યું હતું.જે બાદ નાંદોદ TDOના આદેશ મુજબ ભદામ,ગામકુવા, ભચરવાડા, બોરીદ્રા ગ્રૂપ
ગ્રા.પં.ના તલાટીઓએ ખોટો આવકનો દાખલો કાઢી આપનાર દર્પણ પટેલ તથા RTEનો લાભ
લેવા ખોટા આવકના દાખલાનો ઉપયોગ કરનાર ભદામના રાહુલ કનૈયાલાલ પ્રજાપતિ, ગામકુવાના અનિલ મનુ રોહિત, ભચરવાડાના દક્ષાબેન નરેન્દ્ર બારીયા, વણઝરના કલ્પનાબેન અનિલ વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવકનો બનાવટી દાખલો કાઢવા માટે જે તે ગ્રામ પંચાયતના સિક્કાનો ઉપયોગ કરાયો છે. ત્યારે આ ખોટા સિક્કાઓ કોણે બનાવ્યા એ પ્રશ્ન હવે ચર્ચાનો વિષય બન્યો છે.
જો આરોપી પકડાય તો આ ખોટા સરકારી સિક્કા અને લેટરપેડ બનાવવાનું કૌભાંડ પણ બહાર
આવે તેમ છે.સરકારે RTE હેઠળ જે લોકોની આવક ઓછી હોય તેમને ૧થી ૧૦ ધોરણ સુધી તેમના બાળકો અભ્યાસ કરે તો તેનો ખર્ચ
ભોગવવાનો નથી હોતો. ત્યારે તેનો લાભ લેવા માટે ખોટા આવકના સર્ટિફિકેટનો ઉપયોગ કરાતો
હોવાનો પણ પર્દાફાશ થાય તેમ છે.કારણ કે, RTE લાભ અપાવવા માટે ખોટા દાખલા રજૂ કરવા હજારો રૂપિયા લેવાતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is