– સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોએ પોતાની કુશળતા બતાવી, અમદાવાદ શાહ વઝીહુદ્દીન દરગાહના ગાડીનશીન હાજર રહ્યા
(સલીમ કડુજી,નબીપુર)
ભરૂચ જીલ્લાના નબીપુર ખાતે દીની સંસ્થા મદ્રસા એ અલવીયુલ હુસૈની આવેલ છે.જેનો વાર્ષિક જલસો શનિવાર તારીખ ૦૩/૦૫/૨૦૨૫ ના રોજ ગામના પાદરમાં યોજાયો હતો.જેમાં સંસ્થામાં દીની તાલીમ લઈ રહેલા બાળકોએ પોતા પોતાના ક્ષેત્રમાં સ્ટેજ ઉપર દીની સવાલો જવાબ,નાત શરીફ,તકરીર જેવા વિષયો ઉપર પોતાની કુશળતા બતાવી હતી.આ પ્રસંગે અમદાવાદ સ્થિત શાહ વઝીહુદ્દીન દરગાહ ના ગાદી નશીન હાજર રહયા હતા.બાળકોએ પોતાની વાણીમાં દીની જાણકારી આપી હાજર મેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા.નબીપુર જુમ્મા મસ્જિદના ઈમામ શાહનવાઝ હુસૈન સાહેબે અત્યારના યુગમાં બાળકોને શિક્ષણની સાથો સાથ દીની શિક્ષણની જરૂરિયાતનું મહત્વ સમજાવ્યું હતું.નબીપુર મદ્રસામાં હાફિઝ કુરાનની તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થી મહમદ કૈફ લાંબાને તેમની આ સિદ્ધિ બદલ ઉપસ્થિથ મહાનુભાવો દ્વારા હાફીઝે કુરાનની ઉપાધિ એનાયત કરાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના સ્ત્રી પુરુષો અને બાળકો ઉપથિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is