માતરના લીંબાસી પોલીસ સ્ટેશન હદમાં આવતા એક ગામની ૧૪ વર્ષની સગીરા પર રણજીત મેલા તળપદા અને કિરણ લક્ષ્મણ તળપદાએ ડિસેમ્બર ૨૦૨૪માં દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાને ગર્ભ રહી ગયો હતો. દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી બની હોવાની પરિવારજનોને જાણ થઇ હતી અને મામલે સગીરાએ સમગ્ર હકીગત પરિવારજનોને જણાવી હતી. આ આરોપીઓના પરિવારજનો દ્વારા સમગ્ર મામલાને દબાવવા માટે પ્રયાસ કર્યો હતો અને સગીરાના પરિવારજનોને ધમકાવીને વસોના તબીબ પાસે લઇ જઇને ગર્ભપાટ કરાવી દીધો હતો.
જોકે, આ મામલે પરિવાર ન્યાય મેળવવા માટે પોલીસનો સહારો લીધો હતો અને સમગ્ર મામલે રણજીત મેલા તળપદા અને કિરણ લક્ષ્મણ તળપદા સામે લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે બંનેને ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ મામલે ડીવાયએસપી વી.આર.બાજપાઈએ જણાવ્યું કે, આ દુષ્કર્મના બનાવમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી છે. વસોના જે ડોક્ટરે ગર્ભપાત કર્યો છે તેણે કેવા સંજોગોમાં આ ગર્ભપાત કરાવ્યો છે તે બાબતે પુછપરછ કરવામાં આવી રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is