best news portal development company in india

સ્વેચ્છાએ સ્વદેશ ફરનારાઓને ટ્રમ્પ આપશે 1000 ડોલર અને પ્રવાસ ભથ્થુું, ડિપોર્ટેશન ખર્ચ ઘટાડવા મોટો નિર્ણય

SHARE:

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વેચ્છાએ અમેરિકા છોડનારા ગેરકાયદે પ્રવાસીઓને 1000 ડોલર તેમજ થતો મુસાફરી ખર્ચમાં સહાય આપશે. અમેરિકામાં રહેતાં ગેરકાયદે પ્રવાસીઓ સ્વેચ્છાએ સામૂહિક ધોરણે પોતાના વતન સરળતાથી પહોંચી શકે તે હેતુ સાથે ટ્રમ્પે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.

હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે આ અંગે માહિતી આપી હતી કે, DHSએ ગેરકાયદે રહેતા વિદેશીઓને સીબીપી એપ મારફત પોતાના વતન પરત મોકલવા માટે નાણાકીય અને મુસાફરી સહાયતા પ્રદાન કરવાની એક ઐતિહાસિક તક જાહેર કરી છે. કોઈપણ ગેરકાયદે વસવાટ કરતો પ્રવાસી સ્વેચ્છાએ જ સીબીપી હોમ એપનો ઉપયોગ કરી પોતાના વતન જવાની તૈયારી દર્શાવે છે તો, તેને 1000 ડોલરનું સ્ટાઈપેન્ડ (વળતર) મળશે. જેની ચૂકવણી તેના સ્વદેશ પહોંચ્યાની ખાતરી થયા બાદ થશે.

ડિપોર્ટેશન ખર્ચ 70 ટકા ઘટશે

મીડિયા રિપોર્ટ અનુસાર, આ વળતરનો ખર્ચ થતો હોવા છતાં અમેરિકાની સરકાર દ્વારા હાથ ધરાયેલી ડિપોર્ટેશનની કવાયતના ખર્ચમાં 70 ટકા સુધીનો ઘટાડો થશે. હાલ અમેરિકાની સરકારને એક ગેરકાયદે રહેતાં પ્રવાસીની ધરપકડ, અટકાયત તથા તેને ડિપોર્ટ કરવાનો ખર્ચ 17121 ડોલર છે. એપની મદદથી સ્વેચ્છાએ લોકો પરત ફરવા પર સરકાર 1000 ડોલર તેમજ ટિકિટ ખર્ચ ચૂકવશે. જે તેના ડિપોર્ટેશન ખર્ચ કરતાં અનેકગણો ઓછો છે. હોમલેન્ડ સિક્યોરિટીના સચિવ ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે, જો તમે ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છો, તો આ ધરપકડથી બચવા અને અમેરિકા છોડવા માટેની સર્વોત્તમ તક છે. જેમાં સૌથી સુરક્ષિત અને સારી રીતે તમે અમેરિકા છોડી શકો છો.

ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ

ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખનું પદ સંભાળ્યા બાદથી અમેરિકા ફર્સ્ટ નીતિ પર જોરશોરથી કામ શરૂ કર્યા છે. જેમાં તેમણે ગેરકાયદે વસતાં વિદેશીઓને હાંકી કાઢવાની મોટાપાયે કવાયત હાથ ધરી છે. અને તેમાં સફળ રહ્યા હોવાનો દાવો તેમણે પોતે જ મિશિગનમાં યોજાયેલી એક રેલીમાં કર્યો હતો. એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, એક ક્ષેત્ર જ્યાં સરકાર પોતાના વર્તમાન લક્ષ્યો પૂરા કરવામાં નિષ્ફળ રહી હોય, ત્યાં ડિપોર્ટેશનનું પ્રમાણ વધુ હોય છે. લોકોને ટ્રમ્પનો આ દ્રષ્ટિકોણ પસંદ આવ્યો નથી. તેમને લાગી રહ્યું છે કે, તેઓ કોઈપણ યોગ્ય કાર્યવાહી વિના લોકોને ડિપોર્ટ કરી રહ્યા છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!